ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar News : જામનગરની સરકારી પોલીટેકનિક કોલેજમાં શિક્ષકો ક્લાસમાં અપશબ્દો બોલતા હોવાનો આક્ષેપ - Misconduct of teachers in polytechnic college

જામનગરની સરકારી પોલીટેકનિક કોલેજમાં શિક્ષકો ક્લાસમાં અપશબ્દો બોલતા હોવાનો આક્ષેપ છે. તેમજ ઇન્ટર્નલ માર્ક ન મૂકવાની ધમકી, મેન્ટલી હેરેસમેન્ટ અને વિદ્યાર્થીઓ માટે પાણીની કોઈ વ્યવસ્થા નહીં હોવાનો આક્ષેપો સામે આવ્યા છે. જેને લઈને NSUI અને કોંગ્રેેસે સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રિન્સિપાલને આવેદનપત્ર આપીને માંગ કરાઈ છે.

Jamnagar News : જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં શિક્ષકોનો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ
Jamnagar News : જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં શિક્ષકોનો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ

By

Published : Jun 9, 2023, 8:00 PM IST

જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજમાં શિક્ષકોનો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ

જામનગર : સરકારી પોલીટેકનિક કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે ગેરવર્તન શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ક્લાસમાં અપશબ્દો બોલવામાં આવે છે, મેન્ટલી હેરેસમેન્ટ કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા NSUIને અને કોંગ્રેસના આગેવાનોને જાણ કરાતા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાય છે. સાથે સાથે એવી પણ ચીમકી આવેદનપત્રમાં આપવામાં આવી છે કે જો આ સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે.

ક્લાસમાં શિક્ષકો બોલી રહ્યા છે અપશબ્દ :જામનગર NSUI અને કોંગ્રેસ દ્વારા આજે સરકારી પોલીટેકનીક કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી ચોકાવનારી રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ક્લાસમાં શિક્ષકો ગંદા અપશબ્દો બોલે છે, ઇન્ટર્નલ માર્ક ન મૂકવાની ધમકી આપવામાં આવી છે. તેમજ મેન્ટલી હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

વિદ્યાર્થીઓ માટે પાણીની કોઈ વ્યવસ્થા નથી :સાથે સાથે હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ રહે છે તેને માટે પીવાનું પાણી, વાપરવાના પાણીની સમસ્યા છે. જે ફરિયાદનું નિરાકરણ લાવવું જરૂરી છે. તમામ વિદ્યાર્થીઓને પોતાના મેરીટના આધારે સરકારી કોલેજના એડમિશન મળે છે કે કોઈની ભલામણ કે લાગવગથી શિક્ષકો દ્વારા આજ વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જે એજ્યુકેશન સિસ્ટમ માટે ખૂબ ગંભીર બાબત સામે આવી રહી છે.

15 દિવસમાં કમિટી બનાવી પ્રશ્નોનું કરાશે નિરાકરણ :એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કેપ્રિન્સિપલને શિક્ષકોનું નામનો ખ્યાલ છે, પરંતુ એક કમિટી બનાવીને આ તમામ ફરિયાદ ગણોની તપાસ કરવામાં આવે અને સમગ્ર નિરાકરણ કરવામાં આવે તે જરૂરી છે. જો સમસ્યાનો નિરાકરણ નહીં કરવામાં આવે તો, વિદ્યાર્થીઓના હિતમાં યુવક કોંગ્રેસ અને એને નેજા હેઠળ યુનિવર્સિટીમાં જઈને ઉગ્રને આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આજના આયોજન પત્રમાં યુવક કોંગ્રેસ પ્રમુખ તોસિફ પઠાણ, શક્તિસિંહ જેઠવાના પ્રમુખ રવિરાજ ગોહિલ તેમજ પ્રદેશના મહામંત્રી મહિપાલ જાડેજા પ્રમુખ સહિત વિદ્યાર્થી આગેવાનો જોડાયા હતા.

  1. Primary Teachers Transfer : નિયમ અનુસાર શિક્ષકોના બદલી કેમ્પ શરૂ, જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો...
  2. Junagadh News : સાગરસોલા પ્રાથમિક શાળા ચાર દિવસથી બંધ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલતા વાલીઓ લાલધૂમ
  3. Banaskantha News : બનાસકાંઠાના જોરવાડા ગામમાં પાણી ન મળતા બાળકો શાળા છોડવા બન્યા મજબૂર, વિદ્યાર્થીઓની સરકારને વિનંતી

ABOUT THE AUTHOR

...view details