જામનગરના નાની રાફુદળ ગામે જન્મદિવસના દિવસે પ્રેમીકાની હત્યા જામનગર : લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે પ્રેમીએ પ્રેમિકાનું હત્યા કરી ફરાર થઈ ગયો છે. મળતી વિગતો અનુસાર જામનગરના દરેડમાં એક કારખાનામાં બંને યુવક અને યુવતી સાથે કામ કરતા હતા. ત્યાં બંનેની આંખો મળતા પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં યુવતીનો જન્મદિવસ હોવાથી રાત્રિના સમયે બંને રાફુદળ ગામે યુવકના કાકાની વાડીએ યુવતીને લઈ ગયો અને રાત્રીના સમયે જ યુવતીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલાની જાણ પોલીસ સમક્ષ આવતા યુવકને પકડવા ચક્રો ગતિમાન કર્યો છે.
યુવકના અગાઉના ગુના : યુવક અગાઉ રાજકોટની એક યુવતીના મર્ડર કેસમાં જેલવાસ ભોગવી ચુક્યો છે. તેમજ કાલાવડની એક યુવતીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે અન્ય એક મહિલાનું ઘર પણ સળગાવી દીધું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે, હાલ આ મામલે જામનગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને માનસિક વિકૃત યુવકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. યુવક યુવતીઓને જ ટાર્ગેટ કરતો હોવાનું અત્યાર સુધીની પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો :Rajkot Suicide Case: માતાની હત્યા કર્યા બાદ પુત્રએ કર્યો આપઘાત, સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો
પોલીસનું નિવેદન : યુવતીની મર્ડર કેસની વિગતો આપતા Dysp ડી.પી. વાઘેલાએ જણાવ્યું કે, યુવક સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. રાજકોટમાં એક યુવતીનું મર્ડર કેસમાં આરોપી જેલમાં હતો અને જામીન પર છૂટ્યો હતો. જામનગરના દરેડમાં રહેતો હતો. અહીં કારખાનામાં કામે જતો હતો, અહીં એક યુવતી સાથે પ્રેમ સબંધ બધાયો હતો. બંનેએ યુવતીના જન્મ દિવસની ઉજવણી કરવા માટે રાતે જ વાડી જવાનો કાર્યક્રમ કર્યો હતો. બંને યુવકના કાકાની વાડીએ નાની રફુડળ ગામે ગયા હતા, અહીં યુવકે યુવતીની હત્યા કરી હતી.
આ પણ વાંચો :Surat Murder case: મજૂરી કરી પરિવારને પૈસા મોકલવા ગયો હતો, થયો મોતનો ભેટો
પરિવારજનોએ શું કહ્યું : હાલ યુવક મર્ડર કર્યા બાદ ફરાર થયો છે જેને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. યુવતીનું મર્ડર થયા બાદ તેમના પરિવારજનોએ જણાવ્યું કે, બંને વચ્ચે ફ્રેન્ડશીપ હતી. જોકે યુવક આવી માનસિકતા ધરાવતો હશે તેનો અમને ખ્યાલ ન હતો. બંને રાત્રે જ ઘરેથી કોઈને કહ્યા વિના ભાગી ગયા હતા. જન્મ દિવસની ઉજવણી કર્યા બાદ પ્રેમી પ્રેમિકા વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસ આરોપીને પકડી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવો શોધખોળ શરૂ કરી છે. જોકે યુવક ઝડપાઇ જશે બાદમાં નવા ખુલાસા થયા તેવી શકયતા.