ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar GG Hospital : જીજી હોસ્પિટલમાં કેસ વિન્ડોનું કોમ્પ્યૂટર બગડતા દર્દીઓને પડી રહી છે હાલાકી - શું કહે છે કેસ વિન્ડો ઈન્ચાર્જ

જામનગરની જીજી હોસ્પિટલ એટલે દર્દીઓથી ધમધમતી મોટી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં કેસ બારીના કોમ્પ્યુટરમાં ટેકનીકલ ખામી સર્જાઈ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. આજે આ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો ઓ જોવા મળી રહી છે. વાંચો હોસ્પિટલના વાંકે દર્દીઓને પડતી હાલાકી વિશે...

કેસ વિન્ડોનું કોમ્પ્ટયૂટર બગડતા દર્દીઓને હાલાકી
કેસ વિન્ડોનું કોમ્પ્ટયૂટર બગડતા દર્દીઓને હાલાકી

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 7:01 PM IST

Jamnagar News: GG Hospital

જામનગરઃ જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. સમગ્ર હાલાર પંથકના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે. જોકે છેલ્લા 48 કલાકથી કેસ બારીના કોમ્પ્યુટરનું સોફ્ટવેર અપડેટશન થતું હોવાથી જૂની પદ્ધતિથી કેસ કાઢી આપવામાં આવે છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

સોફ્ટવેર અપડેટ થતું હોવાના કારણે છેલ્લા 48 કલાકથી કોમ્પ્યુટર બંધ છે. જો કે દર્દીઓને તાત્કાલિક કેસ મળી રહે તે માટે જૂની પદ્ધતિથી સિક્કા મારી અને કેસ કાઢી આપવામાં આવી રહ્યા છે...કિરણભાઈ સોલંકી (કેસ વિન્ડો ઈન્ચાર્જ, જીજી હોસ્પિટલ)

લાંબી કતારોઃકેસ બારી સામે દર્દીઓ અને દર્દીના સગાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. આ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે કારણ કે કલાકો સુધી લાઈનમાં ઊભા છતાં પણ આ લોકોને કેસ મળતા નથી. પરિણામે દર્દીઓને ઈમરજન્સી સારવાર મળતી નથી. દર્દીઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક કેસ બારીની કોમ્પ્યુટર સિસ્ટમથી શરૂ કરવામાં આવે તો દર્દીઓની હાલાકી ઓછી થાય. અત્યારે દર્દીઓને ઈમરજન્સી સારવાર મળવામાં તકલીફો પડી રહી છે. સમયસર રોગોનું નિદાન ન થતા દર્દીઓને પીડાવાનો વારો આવ્યો છે. દર્દીઓની સાથે તેમના સગા સંબંધી પણ હાલાકી વેઠી રહ્યા છે. બહુ જલ્દી કોમ્પ્યુટરનું સોફ્ટવેર અપડેટ થાય અને સમયસર કેસ નીકળે તેવી માંગણી દર્દીઓ કરી રહ્યા છે.

જીજી હોસ્પિટલના અનેક વિવાદઃ જીજી હોસ્પિટલ હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહે છે. થોડા સમયમાં ચાલુ ઓપરેશને ડોક્ટરે ફોટો સેશન કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે કેસ વિન્ડો પર કોમ્પ્યુટર બગડતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

  1. જીજી કોવિડ હોસ્પિટલ મેડિસીન વિભાગના એક પણ ડૉક્ટરે માર્ચ 2020થી રજા નથી લીધી
  2. MP Shah College Girls Hostel: જામનગર એમ.પી.શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ માટે મંજૂરી

ABOUT THE AUTHOR

...view details