જામનગરઃ એક બાજુ કોરોના મહામારી જોવા મળી રહી છે, તો હાલારના દરિયાકિનારે નિસર્ગ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જામનગર સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. અહીં જુદા-જુદા બંદરના એક હજારથી વધુ બોટોનું રજિસ્ટ્રેશન થયું છે અને જે બોટો દરિયામાં માછીમારી કરવા માટે ગઈ હતી તેમને બોટ એસોસિએશન દ્વારા મેસેજ આપી અને પરત બોલાવવામાં આવી છે.
જામનગરમાં નિર્સગ વાવાઝોડાને પગલે માછીમારો પરત ફર્યા, દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ - નિર્સગ વાવાઝોડાને પગલે જામનગરના માછીમારો પરત ફર્યા
જામનગર સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો હોવાથી નિસર્ગ વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખીને જે બોટો દરિયામાં માછીમારી કરવા માટે ગઈ હતી તેમને બોટ એસોસિએશન દ્વારા મેસેજ આપી અને પરત બોલાવવામાં આવી રહી છે.
તો બીજી તરફ જામનગરમાં પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને જે માછીમારો દરિયામાં છે તેમને પરત બોલાવવા માટે બોટ એસોસિએસશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે ખાબકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જો કે બાદમાં હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી હતી કે, સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જો કે, હજુ ખતરો ટળ્યો નથી. હાલારનો દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ ખાતે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.