ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં સુરત જેવી ઘટના બનતા અટકી, કાળના મુખમાંથી 10 વિધાર્થીને બચાવતા કોન્સ્ટેબલ અજયસિંહ - કોન્સ્ટેબલ અજયસિંહ

જામનગરમાં જી.જી હોસ્પિટલની બાજુમાં આવેલ રાધે ક્રિષ્ના એવન્યુ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રાધે ક્રિષ્ના એવન્યુમાં ડો. બત્રાઝની હોસ્પિટલના અગમ્ય કારણોસર આગ લાગતાં બાજુમાં ટ્યૂશન ક્લાસીસના બાળકોમાં નાચભાગ મચી હતી.

જામનગર: કાળના મુખમાંથી 10 વિધાર્થીઓને કોન્સ્ટેબલ અજયસિંહે બચાવ્યા
જામનગર: કાળના મુખમાંથી 10 વિધાર્થીઓને કોન્સ્ટેબલ અજયસિંહે બચાવ્યા

By

Published : Mar 3, 2020, 3:17 PM IST

Updated : Mar 3, 2020, 3:40 PM IST

જામનગરઃ શહેરના જી.જી. હોસ્પિટલ નજીક આવેલા રાધેક્રિષ્ના એવન્યુ કોમ્પલેક્સના પહેલા માળે આવેલા ડો.બત્રાના હોમિયોપેથી ક્લિનિકમાં કોઇ કારણોસર આગ લાગી હતી. જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં સુપર ગ્રેવીટી નામના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોમ્પલેક્સના રવેશમાંથી જીવના જોખમે લોકોએ બહાર કાઢ્યા હતા.

જો કે, સદનસીબે કોઇ જાનહાનિના સર્જાઇ નથી. સુરત જેવા દ્રશ્યો જામનગરમાં જોવા મળ્યાં હતાં. ઘટનાને પગલે બે ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, સુરતમાં ટ્યુશન ક્લાસમાં આ રીતે જ આગ લાગી હતી, પરંતુ જામનગરમાં ટ્યુશન ક્લાસની બાજુમાં એક દીવાલ પછી આવેલા હોમિયોપેથી ક્લિનિકમાં આગ લાગી હતી. જેથી સમયસૂચકતા વાપરી વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા અને મોટી જાનહાનિ થતી અટકી હતી. લોકો પણ આગ જોતા જ દોડી ગયા અને એક પછી એક વિદ્યાર્થીને રવેશમાંથી બહાર કાઢતા ગયા. આ ઘટનામાં લોકોએ 12થી 15 વિદ્યાર્થીઓને રવેશમાંથી બહાર સલામત રીતે કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ, ક્લિનિકમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ક્લિનિકમાં ફાયર સેફ્ટીના સાધનો જ ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

Last Updated : Mar 3, 2020, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details