- હાપા માર્કેટયાર્ડમાં 5 કલાકમાં 55 હજાર ગુણીની આવક
- ભારે વરસાદના પગલે મગફળીના પાકને અસર
- હાપા માર્કેટ યાર્ડમાં ઓપન હરાજીમાં ઉંચા ભાવ
જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઉમટ્યા - જામનગર
હાપા માર્કેટ યાર્ડમાં એક સપ્તાહના વિરામ બાદ મગફળીની જાહેર આવક શરૂ કરવામાં આવતા માત્ર પાંચ કલાકની અંદર જ 55000 ગુણી મગફળીની આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો 800 થી પણ વધુ વાહનો મગફળી ભરીને હાપા માર્કેટ યાર્ડમાં વેચાવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી અઢી લાખથી પણ વધુ મગફળીની આવક હાપા માર્કેટયાર્ડમાં થવા આવી છે.
જામનગર: હાપા માર્કેટ યાર્ડમાં એક સપ્તાહના વિરામ બાદ મગફળીની જાહેર આવક શરૂ કરવામાં આવતા માત્ર પાંચ કલાકની અંદર જ 55000 ગુણી મગફળીની આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો 800 થી પણ વધુ વાહનો મગફળી ભરીને હાપા માર્કેટ યાર્ડમાં વેચાવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી અઢી લાખથી પણ વધુ મગફળીની આવક હાપા માર્કેટયાર્ડમાં થવા આવી છે.
રાજ્યમાં સૌથી ઉંચા ભાવે મગફળીનું વેચાણ થયું હાપા માર્કેટયાર્ડમાં
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે મગફળીના પાકને અસર પહોંચી છે. પરંતુ હાપા માર્કેટ યાર્ડમાં કહી શકાય કે, ચાલુ વર્ષે ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક આવક ખુલ્લી બજારમાં જોવા મળી રહી છે.