ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ઝૂલતા પુલ હોનારતને લઇ જામનગરના પરિવારનો ચોંકાવનારો દાવો - જામનગરના પરિવારનો ચોંકાવનારો દાવો

મોરબી ઝૂલતા પુલ હોનારત ( Morbi bridge Collapse ) ગુજરાતની દુખદ ઘટનાઓના ઇતિહાસમાં કાળા અક્ષરે નોંઘાઈ ગઇ છે. મોરબી પુલ દુર્ઘટનાના કારણોની તપાસ શરુ થઇ છે ત્યારે જામનગરના એક પરિવારે ( Jamnagar family ) ચોંકાવનારી ( Jamnagar family shocking claim ) વાત કરી છે. આ પરિવારે પુલ પર કેટલાક યુવાનો દ્વારા થઈ રહેલી જોખમી હરકતોની જાણકારી (Negligence of Orewa about mischievous act ) આપવામાં આવી હતી પરંતુ ઓરેવાના કર્મચારીઓએ ધ્યાન આપ્યું ન હતું.

મોરબી ઝૂલતા પુલ હોનારતને લઇ જામનગરના પરિવારનો ચોંકાવનારો દાવો
મોરબી ઝૂલતા પુલ હોનારતને લઇ જામનગરના પરિવારનો ચોંકાવનારો દાવો

By

Published : Nov 2, 2022, 4:51 PM IST

જામનગરમોરબીમાં જે પ્રકારની ગોઝરી ઘટના ઘટી છે જેમાં અનેક લોકોનામોત ( Morbi bridge Collapse ) નિપજ્યા છે. તહેવારો બાદ લોકો ફરવા માટે મોરબીના ઝુલતા પુલ ( Morbi bridge Collapse ) પર ગયા હતા જેમાં જામનગરનો એક પરિવાર ( Jamnagar family ) પણ ગયો હતો. ગોસ્વામી પરિવારે ઓરેવા કંપનીના કર્મચારીઓને (Negligence of Orewa about mischievous act ) ચેતવ્યા હતાં. છતાં પણ ( Jamnagar family shocking claim ) 17 રૂપિયાની ટિકિટ માટે અનેક લોકોના જીવ સાથે ખેલ ખેલવામાં ( shocking claim on Morbi bridge Collapse ) આવ્યો છે.

ગોસ્વામી પરિવારે ઓરેવા કંપનીના કર્મચારીઓને ચેતવ્યાં હતાં

તો કદાચ ઘટના ઘટી ન હોત મોરબીમાં થયેલી દુર્ઘટનાના બે કલાક પૂર્વે મૂળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતાં પરિવારે બ્રિજનું સંચાલન કરતી ઓફિસના કર્મચારીઓને ચેતવ્યા હતાં. તેમણે કર્મચારીઓનું ધ્યાન દોર્યું હતું કે બ્રિજ પર કેટલાંક યુવાનો ધીંગામસ્તી કરી રહ્યા છે અને બ્રિજ પર ન થવાનું ( shocking claim on Morbi bridge Collapse ) થઈ રહ્યું છે. પરંતુ ઉપસ્થિત કર્મચારીઓએ તેમની અવગણના (Negligence of Orewa about mischievous act )કરી હતી. જો આ પરિવારની ફરિયાદ પર ધ્યાન આપ્યું હોત તો કદાચ ઘટના ઘટી ન હોત.

ગંભીરતાથી ન લીધી વાત પુલ પર યુવકો બેફામ ધીંગામસ્તી કરતા અને પુલને જેમ ફાવે તેમ હલાવતા હોવાની ( shocking claim on Morbi bridge Collapse ) વિગતો ઓરેવા કંપનીના કર્મચારીઓને આપી હતી. જોકે કંપનીના કર્મચારીઓએ કોઈપણ જાતની વાતને ગંભીરતાથી લીધી ન હતી.

ઓરેવાની ઓફિસે બેકાળજી દાખવી મૂળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતા વિજયભાઈ મોરબીમાં ઘટેલી ગોઝારી દુર્ઘટનાની બે કલાક પહેલાં પરિવાર સહિત ઝુલતા પૂલ ઉપર ગયા હતાં. જ્યાં કેટલાંક યુવાનો દ્વારા પુલને પકડીને એટલી હદે હલાવવાની કોશિશ( shocking claim on Morbi bridge Collapse ) કરવામાં આવતી હતી કે વૃધ્ધો તથા બાળકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. આ અંગે તેઓએ પૂલની નજીક આવેલી ઓરેવાની ઓફિસે ઉપસ્થિત કર્મચારીઓને આ અંગે જાણ કરી હતી. પરંતુ, હાજર કર્મચારીઓએ તેમની અવગણના કરી હતી. જો આ અંગે ગંભીરતાથી બ્રીજ પરની હિલચાલને રોકવામાં આવી હોત તો આટલી ગંભીર ઘટના (Negligence of Orewa about mischievous act )ઘટી ન હોત.

આજે રાજ્યભરમાં શ્રદ્ધાંજલિઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલ દર્ઘટનામાં 136ના મોતનો સત્તાવાર આંકડો બહાર આવ્યો છે. જ્યારે 170 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકો પણ મોતને ભેટ્યાં છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘટનાની જાણ થતાં જ તમામ પ્રકારની ટીમો ઘટનાસ્થળે દોડાવાઇ હતી. મોરબી પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને આજે રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details