ચૂંટણી દરમિયાન તેમની હાજરી સબંધના કાયદેસર કાર્ડ ઇસ્યુ કરવા માટે જામનગર કલેકટરને ઈમેલ કરી જાણ કરવામાં આવી હતી. અને તેના આધારે રક્ષિત ભાઈ તથા આશિષભાઈ કાર્ડ લેવા ગયા હતા. ચૂંટણી માટેના કાર્ડ લેવા ગયા ત્યારે જામનગર કલેક્ટરને રક્ષિતભાઈ શેઠ તથા આશિષભાઈ દોશીએ કાર્ડ બતાવેલ તેની માત્ર ચકાસણી કરવા એલસીબીને મોકલવામાં આવ્યા હતા.
જામનગરમાં બોગસ કાર્ડ ધારક તરીકે અટક કરાયેલ આરોપીના જામીન મંજુર - Jamnagar
જામનગર: કોલકાતા મુકામે નેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરો નામની સંસ્થા કાયદા હેઠળ આઇટી એકટ રજીસ્ટર થયેલ સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા ભારતના તમામ રાજ્યોમાં કાર્યવાહી કરવાની ઉદ્દેશ છે અને એ રીતે જ નેશનલ ઇન્ટેલિજન્સ બ્યૂરોના આસી. ડાયરેક્ટરે જામનગર મુકામે રક્ષિત મનહરલાલ શેઠ અને આશિષ જોશીને નીમવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે.
ફાઈલ ફોટો
ત્યારબાદ એલસીબીએ આ બંને ખોટાં બોગસ કાર્ડ હોવાનું જણાવી સીટી બી ડિવિઝનમાં મોકલી તેના વિરુદ્ધ એફઆરઆઇ નોંધાવી ગુનો નોંધી બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી આરોપીઓને બે દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
આ સંબંધ આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઇ જજે પોલીસે માગેલા રીમાન્ડ ના મંજુર કરેલ છે. તેમજ બંને આરોપીને 10 હજારના જામીન પર મુક્ત કરેલ છે. આ કામે આરોપીના વકીલ તરીકે મનોજ અનડકટ શૈલેષ દલસુખ મહેતા છે.