ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના dysp એ.બી. સૈયદની શાહે આલમ બુખારી દરગાહના વારસદાર તરીકે નિયુક્તિ - jamnagar dysp a b syed appointed as the trustee of shah-e-alam bukhari dargaah

જામનગર: dysp એ. બી. સૈયદની શાહે આલમ બુખારી દરગાહના વારસદાર તરીકે નિયુક્તિ થતા જામનગર સુન્ની મુસ્લિમ જમાતે તેમનું સન્માન કર્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં આ પ્રથમ કિસ્સો છે કે, જેમાં સરકારી નોકરી કરતા હોય તેવા એક વરિષ્ઠ અધિકારીને સીધા શાહેઆલમ બુખારી દરગાહના વારસદાર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદની શાહે આલમ બુખારી દરગાહનાં વારસદાર તરીકે નિયુક્તિ

By

Published : Nov 25, 2019, 10:26 PM IST

સૈયદ સિરાજુદ્દીન શાહે આલમ બુખારી દરગાહ શરીફ અમદાવાદના ટ્રસ્ટમાં સીધી લીટીના વારસદાર તરીકે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા જામનગરના લોકપ્રિય એવા પોલીસ અધિકારી એ.બી. સૈયદની ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરી છે.

જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદની શાહે આલમ બુખારી દરગાહનાં વારસદાર તરીકે નિયુક્તિ

જામનગર સુન્ની મુસ્લિમ સંધી જમાતના પ્રમુખ હાજી કાદર બાપુ જુણેજા, સૈયદ ઈસ્તિયાઝ બાપુ, પ્રો.સૈયદ સાહેબ, હાજી જુસબભાઈ પટણી, મોહમ્મદ હુસેનભાઈ ઓડિયા, નઝીરભાઈ ખીરા દ્વારા તેમને મુબારકબાદ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details