તેવા સમયે લોકોમાં જાગૃતિ આવે અને વ્યસનીઓ પોતે જ પ્રેરણા લઇ પોતાનું વ્યસન છોડે તે માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જામનગર દ્વારા 31 મે શુક્રવારના રોજ 3 થી 6 દરમ્યાન ટાઉનહોલ, જામનગર ખાતે એક વર્કશોપમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન તેમજ પ્રેરણા આપશે, તે ઉપરાંત આરોગ્ય શાખાની સપ્તધારા ટીમ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો,નાટક,ગીત વગેરે દ્વારા તમાકુથી થતી નુકસાન અને આડઅસર વિશે સપ્તધારાના માધ્યમથી પોતાની કૃતિઓ રજૂ કરશે.
જામનગરમાં “વિશ્વ તમાકુ નિષેધ દિન” નિમિત્તે વર્કશોપનું કરાયું આયોજન - World Tobacco Day
જામનગરઃ તારીખ 31 મેના દિનની “વિશ્વ તમાકુ નિષેધ દિન” તરીકે ઉજવણી થાય છે. આજે જ્યારે સમાજમાં તમાકુ અને ધુમ્રપાન દ્વારા જે ભયંકર આર્થિક અને સામાજિક નુકસાન સહન કરવાનું આવે છે તે ખૂબ મોટી ગંભીર સમસ્યા બની રહી છે. અનેક લોકો આ વ્યસનના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે.
![જામનગરમાં “વિશ્વ તમાકુ નિષેધ દિન” નિમિત્તે વર્કશોપનું કરાયું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3430711-thumbnail-3x2-jmr.jpeg)
જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્રારા “વિશ્વ તમાકુ નિષેધ દિન” ઉજવણી કરાશે
તેમજ આ તકે વ્યસન મુક્ત થવાના શપથ લેવડાવી સમાજને જામનગર જિલ્લાને તથા સમગ્ર દેશને વ્યસન મુક્ત કરવા માટે આહવાન કરવામાં આવશે. અને આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા જામનગર જિલ્લા તથા શહેરની જનતાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.જી.બથવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે, તેમજ વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચી શકે અને લોકો વ્યસન મુક્ત થાય તેવી પહેલને સમાજના છેલ્લા માણસ સુધી લઈ જવા અપીલ કરવામાં આવે છે.