ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર જિલ્લા પંચાયતના ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - જિલ્લા પંચાયત

જામનગરમાં જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે કારણે બે કલાક જિલ્લા પંચાયતની ઓફિસ બંધ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયતને સેનિટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જામનગર
જામનગર

By

Published : Jun 20, 2020, 4:42 PM IST

જામનગરઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધરો થઈ રહ્યા છે. શનિવારે વધુ ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જામનગરમાં જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે કારણે પંચાયતની કામગીરી 2 કલાક માટે બંધ કરવામાં આવી હતી.

જામનગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 113
  • કુલ મૃત્યુ - 3
  • ગંભીર દર્દી - 6
  • કુલ સક્રિય કેસ - 49
  • કુલ સ્વસ્થ થયેલા દર્દી - 49

જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પ્રેમકુમાર પરમાર નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક તેમને સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ કેસ આવતા તાત્કાલિક જિલ્લા પંચાયતમાં સેનિટાઈઝર કરવામાં આવી રહી છે. સવારે 6 કલાકેથી બપોરના 12 કલાક સુધી જિલ્લા પંચાયત બંધ કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા પંચાયતના ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 113 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6 વ્યક્તિ ગંભીર છે, જેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details