- ડિસ્ટ્રીક બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર
- જામનગરમાં 11 વાગ્યે મત ગણતરી શરૂ કરાઇ
- સહકારી બેંકની ચૂંટણી પૂર્ણ થયા બાદ DKV કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ
જામનગર: બુધવારે સવારે 8 કલાકે જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે DKV કોલેજ ખાતે આવ્યા હતા. કુલ 14 ડારેક્ટર્સ માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ખાસ કરીને જામનગર જિલ્લો તેમજ દેવભૂમિ દ્વારકાના સહકારી ક્ષેત્રે સંકળાયેલા મતદારો મતદાન કરવા માટે આવ્યા હતા. જામજોધપુર, લાલપુર રોડ કાલાવડ અને ભાણવડ એમ કુલ 5 તાલુકાની બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી.
DKV કોલેજ ખાતે મતગણતરી યોજાઇ હતી
જેમાં આજે બુધવારના રોજ સહકારી બેંકની મતગણતરી DKV કોલેજ ખાતે હાથ ધરાઇ હતી. જામનગરના તાલુકાઓની બેઠક પર પ્રવિણસિંહ ઝાલા વિજેતા બન્યા છે. તો ભાણવડ બેઠક પરથી માજી પ્રધાન મૂળુભાઈ બેરા વિજેતા બન્યા છે. 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જો કે, 4 બેઠક પૂર્વે બિન હરીફ જાહેર કરાઇ હતી. વિજેતા ઉમેદવારોએ ખેડૂત લક્ષી કામો કરવાની ખાત્રી આપી હતી. જામજોધપુર બેઠક પરથી હેમંત ખવા વિજેતા થયા છે. હેમંત ખવા 11 મતે વિજેતા થયા છે. પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાને 11 મત મળ્યા હતા.