- જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસનું ભારત બંધ એલાનને સમર્થન
- શહેરમાં વિવિધ વિસ્તારોમાં કરાશે ચક્કાજામ
- કૃષિ બીલના ત્રણ કાળા કાયદાઓનો વિરોધ
જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસે ભારત બંધના એલાનને આપ્યુું સમર્થન
જામનગર: દિલ્હીમાં છેલ્લા 11 દિવસથી ખેડૂતો કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આઠમી ડિસેમ્બરે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સંગઠનો તેમજ માર્કેટિંગ યાર્ડ અને સંસ્થાઓએ તેને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. હવે આ અંગે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસે પણ ખેડૂતોને સમર્થન જાહેર કર્યુ છે.
જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસે ભારત બંધના એલાનને આપ્યુું સમર્થન હાપા માર્કેટિંગ યાર્ડ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે
આવતીકાલે જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ચક્કાજામ કાર્યક્રમ કરવામાં આવશે. ઉપરાંત જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તેમજ જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પણ પણ ખેડૂતોના સમર્થનમાં બંધ રાખવામાં આવશે. તો બીજી તરફ જામનગરમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસે ભારત બંધના એલાનને આપ્યુું સમર્થન