જામનગરઃ આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે યુવકો વિવિધ સ્ટન્ટના વીડિયો અપલોડ કરતા હોય છે. આવી જ એક ઘટના જામનગરના ગોકુલનગર વિસ્તારમાં બની છે. જેમાં કાર ચાલકે ચાલતી કારના બોનેટ પર એક યુવકે બેસાડીને 2 કિલોમીટર ફેરવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પરિણામે પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Jamnagar Crime News: યુવકને બોનેટ પર બેસાડી કાર ચાલકે બે કિમી ફેરવ્યો, વીડિયો સો.મીડિયામાં વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી - પ્રતિક્રિયા
જામનગરમાં સોશિયલ મીડિયામાં એક વાયરલ વીડિયોની સિટી સી ડિવિઝન પોલીસે તપાસ કરી હતી. જેમાં કાર ચાલક યુવકે બાઈક ચાલકને કારના બોનેટ પર બેસાડીને 2 કિમી ફેરવ્યો હતો. આ મુદ્દે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
Published : Nov 8, 2023, 5:01 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ જામનગરમાં એક કાર ચાલક અને બાઈક ચાલક એક જ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગોકુલનગર વિસ્તારમાં બંને સામે જોવા જેવી બાબતે ઝઘડી પડ્યા હતા. કાર ચાલકે બાઈક ચાલકને બોનેટ પર બેસાડીને બે કિલોમીટર સુધી ફેરવ્યો હતો. ત્યારબાદ અન્ય વાહન ચાલકોએ સમજાવીને કાર અટકાવીને બાઈક ચાલકને બોનેટ પરથી નીચે ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બંને યુવકોને શોધી કાઢ્યા અને સિટી સી પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરી હતી. જેમાં કાર ચાલક પરાગ સાંઘાણી અને બાઈક ચાલક વિજય સિંહ જાડેજા બંને સગા છે અને એકબીજા વિરુદ્ધ ફરિયાદ કરવા ન માંગતા હોવાનું જણાવતા પોલીસે માત્ર જાણવા જોગ ફરિયાદ નોંધી હતી. જો કે આ સમગ્ર મામલે જામનગર ડીવાયએસપી મહેન્દ્ર સિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે.
ગોકુલનગર વિસ્તારમાં કાર ચાલક અને બાઈક ચાલક વચ્ચે સામુ જોવા જેવી બાબતે બોલાચાલ થઈ હતી. ત્યારબાદ કાર ચાલકે બાઈક ચાલકને બોનેટ પર બેસાડી 2 કિલોમીટર ફેરવ્યો હતો. જો કે પોલીસે સિટી સી પોલીસ સ્ટેશનમાં બોલાવીને પુછપરછ કરતા બંને જણા સગા છે અને ફરિયાદ કરવા માંગતા નથી તેમ જણાવ્યું હતું. તેથી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી છે...મહેન્દ્ર સિંહ સોલંકી(DySP, જામનગર)