જામનગરઃ શહેરમાં મહા નગર પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ બદલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 3 આરોપી પૈકી એક આરોપી જામનગર શહેરના વોર્ડ નં.12ના કૉગ્રેસ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીનો સમાવેશ થાય છે. આ કોર્પોરેટ ઉપરાંત હાજી મેતર અને કાદર હાજી મેતર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. લેન્ડ ગ્રેબિંગ ઉપરાંત આ આરોપીએ કોઈપણ પુરાવા રજૂ કર્યા વિના જમીન પોતાની હોવાનો દાવો કર્યો. તેમજ રોડ પહોળો કરવાની સરકારી પ્રક્રિયામાં ખલેલ પણ પહોંચાડી હતી.
Jamnagar Crime News: કોંગ્રેસ કોર્પોરેટર સહિત ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો
જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાનગર પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર દુકાન બનાવવાના મામલાએ જોર પકડ્યું છે. આ મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. આરોપીઓમાં કૉંગ્રેસ કોર્પોરેટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ
Published : Oct 27, 2023, 5:26 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ જામનગરના કાલાવડ નાકા બહાર મહા નગર પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર દુકાનનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. જેની ફરિયાદ સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ જામનગર મનપાના એસ્ટેટ અધિકારી નીતિનકુમાર રવિશંકર દિક્ષિતે નોંધાવી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના વોર્ડ નં.12ના કૉંગ્રેસ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી સહિત અન્ય બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપીઓએ રોડને પહોળો કરવાની સરકારી કામગીરી પણ અટકાવી હતી.
જામનગરમાં મહા નગર પાલિકાના વોર્ડ નં. 12 ના કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી સામે ફરિયાદ નોંધવા માટેની અરજી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. આ ફરિયાદના આધારે કોર્પોરેટર સહિતના ત્રણેય આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અધીનિયમ ૨૦૨૦ની કલમ 4(3) અને 5 મુજબ ગુન્હો નોંધ્યો છે. મહેન્દ્ર સિંહ સોલંકી, ડીવાયએસપી, જામનગર