ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Crime News : જામનગરમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ, માથાભારે આરોપીઓની સમજાવટનો આવો બદલો મળ્યો - સંજય કાના ભૂતિયા ભાવેશ કાના ભૂતિયા

જામનગરમાં પોલીસકર્મીને અપશબ્દો બોલી તેની પર કાર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ થયાનો બનાવ બન્યો હતો. જામનગર સિટી સી ડિવિઝનમાં ફરજ બજાવતાં પોલીસકર્મી સાથે આ બનાવ બન્યો હતો. આ માથાભારે આરોપીઓ સામે ચાર ફરિયાદો છે જેને લઇ પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમજાવટ દરમિયાન આ બનાવ બન્યો હતો.

Jamnagar Crime News : જામનગરમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ, માથાભારે આરોપીઓ સામે ચાર ફરિયાદો છે
Jamnagar Crime News : જામનગરમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ, માથાભારે આરોપીઓ સામે ચાર ફરિયાદો છે

By

Published : Mar 15, 2023, 9:11 PM IST

જામનગર : જામનગર શહેરમાં ક્રાઈમમાં અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જામનગર શહેરના રવિ પાર્કમાં રહેતા ત્રણ ઈસમોએ પોલીસ સાથે પંગો લીધો છે.જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ગઇકાલ મંગળવારે સાંજના સમયે રવિ પાર્ક વિસ્તારમાં આરોપી પિતાપુત્ર સામે નોંધાયેલા તોડફોડના કેસોની તપાસ માટે ગયા હતાં. આ સમયે ત્યાં આરોપીઓને પોલીસ સ્ટેશને આવવા માટે સમજાવતાનો પ્રયાસ થઇ રહ્યો હતો.

સ્કોર્પિયો કાર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યો : પોલીસ કર્મી આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કરતાં ઉશ્કેરાઇ ગયેલાં આરોપી પિતાપુત્ર સહિત ત્રણ શખ્સોએ પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલ્યાં હતાં. એટલું જ નહીં પોલીસકર્મી ઉપર સ્કોર્પિયો કાર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મની આના કારણે પગમાં ઇજા પણ પહોંચી હતી.આ સમગ્ર બનાવ સંદર્ભે જામનગર પોલીસે આગળની તપાસ આરંભી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : બોપલમાં પતિએ પત્ની અને સાસુ પર મર્સીડિઝ કાર ચઢાવી હત્યાનો કર્યો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ

માથાભારે શખ્સો સામે ચાર ફરિયાદ નોંધાયેલી છે પોલીસે કરેલી કાર્યવાહીમાં પકડેલા આ શખ્સો સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. આ ત્રણ પૈકીના બે શખ્સો વિરૂધ્ધ વધુ ચાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.ત્યારે પોલીસ કર્મી પર કાર ચડાવી દઇ હત્યા કરવાના પ્રયાસને લઇને જામનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

શું બની ઘટના :હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે જાવેદભાઈ વજગોળ નામના પોલીસકર્મી ફરજ બજાવે છે. જેમની સાથેા મંગળવારે સાંજના સમયે રવિ પાર્ક વિસ્તારમાં કાર ચડાવી દેવાની ઘટના બની હતી. તેઓ મંગળવારે સાંજના સમયે રવિ પાર્ક વિસ્તારમાં તપાસ કરવા ગયા હતાં. આ વખતે તેઓ કાના કેસૂર ભૂતિયા અને સંજય કાના ભૂતિયા નામના બે શખ્સોને પોલીસ સ્ટેશને આવવા માટે સમજાવતા હતાં. પોલીસ કર્મીની સમજાવટને લઇને આરોપીઓ કાના ભૂતિયા અને સંજય ભૂતિયાએ અપશબ્દો બોલ્યાં હતાં અને કહ્યું હતું કે અમારે પોલીસ સ્ટેશને આવવુ નથી. અમે અમારી રીતે પોલીસ સ્ટેશને આવીશું.

સ્કોર્પિયો ચડાવી દે એટલે આડા આવતા મટે કહ્યું : આ પ્રકારે જણાવીને આરોપીઓ પોતાની જીજે-10-એસી-8183 નંબરની સ્કોર્પિયો કારમાં બેસી ગયા હતાં. આ સાથે કાના ભૂતિયા અને ભાવેશ કાના ભૂતિયાએ ‘પોલીસવાળા ઉપર સ્કોર્પિયો ચડાવી દે એટલે આડા આવતા મટે તેમ કહ્યું હતું. જેથી સંજય ભૂતિયાએ સ્કોર્પિયો કાર પોલીસકર્મી ઉપર ચડાવી દઈ હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ હત્યાના ઇરાદે સ્કોર્પિયો કાર પોલીસકર્મીના પગ ઉપર ચડાવી દીધી હતી. જેના કારણે જાવેદભાઈ વજગોળ નામના પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો Jamnagar Crime : યાર્ડ બહાર ખેડૂતના હાથમાંથી 20 લાખનો થેલો લઈ લૂંટારું ફરાર, જૂઓ CCTV

ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે લઇ જવાયા : પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ થતાં જામનગર પોલીસનો અન્ય સ્ટાફ આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ ઘવાયેલ પોલીસકર્મી જાવેદભાઈ વજગોળને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા્. પોલીસ કર્મી સામે આ પ્રકારના ગુનાને લઇને પીઆઈ પી એલ વાઘેલા અને સ્ટાફે પોલીસ કર્મચારીની હત્યા નીપજાવવાનો પ્રયાસ કરીને સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ ઊભી કરવાના પ્રયાસ અંગે કાના કેસૂર ભુતિયા, સંજય કાના ભૂતિયા અને ભાવેશ કાના ભૂતિયા નામના ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને પોલીસકર્મીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

ABOUT THE AUTHOR

...view details