જામનગરઃ માત્ર શહેરી વિસ્તાર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારો પણ ચોરની નજરમાંથી હવે બાકાત નથી. જામનગર શહેરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાંથી સાત લાખ રૂપિયાથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક શખ્સ પકડાઈ જતા અન્ય ત્રણ ફરારને પકડી લેવા માટે પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે. તારીખ 14-4ના રોજ ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા 7.76 લાખની ચોરી કરી હતી. જે અંગેનો ગુનો કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
ધરપકડ કરવામાં આવીઃઆ ગુના અંગે એલસીબીના દોલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા અને ફિરોઝ ખફીને બાતમી મળી હતી કે, આ ચોરીમાં સંડોવાયેલો શખસ મુકેશ છગનભાઈ અલાવાની ભાળ મળી ચૂકી છે. ચોક્કસ પ્રકારે યોજના બનાવીને પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને શોધવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા. આ ચોરીમાં સંડોવાયેલો ઇસમ મુકેશ છગનભાઈ અલાવા ચાંદી બજારમાં દાગીના વેચવાની પેરવી રહી રહ્યો છે. જે પરથી પોલીસે તેને દબોચી લઈ તેની પાસેથી સોનાનો ચેન, લક્કી, વીટી, ચાંદીના સાંકળા, રોકડ, મોબાઈલ વગેરે મળી રૂપિયા1,94,500નો મુદ્દામાલ કબજે કરી અટકાયત કરી છે. આ મામલે ડીવાયએસપી જે.પી.જાડેજાએ સ્પષ્ટતા કરી હતી.
ગ્રામ્ય વિસ્તાર કાલાવડ જિલ્લાની હદમાં આવેલા એક મકાનમાં ચોરી થયાની પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. રાત્રીના સમયે એમના ઘરમાં ચોરી થયેલી હતી. જેમાં કબાટ તોડી 30 તોલાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ આ કેસમાં જોડાયેલી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ આરોપી મુકેશ અલાવા મજૂરી કામ કરતો હતો. એ વતનમાં ગયો એ પહેલા જ ચોરીનો બનાવ બનેલો હતો. શરૂઆતથી જ તે આશંકાના દાયરામાં હતો. પછી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડ્યો છે. સોનાચાંદીનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે.--ડીવાયએસપી જે.પી.જાડેજા
આ પણ વાંચોઃ