યુવતીની સારવાર ચાલી રહી છે જામનગર : જામનગર શહેરના ખડખડનગરમાં રહેતી કોલેજીયન યુવતી પર જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડનાર રાજકોટનો ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી અને આરોપીને રાજકોટથી દબોચી લીધો છે આરોપી પાસેથી છરી પણ કબજે કરવામાં આવી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
તુષાર બટુક રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની પાસેથી હુમલામાં વાપરેલી છરી કબજે કરી લેવામાં આવી છે. તેને અદાલત સમક્ષ રજૂ કરતા જેલ હવાલે કર્યો છે.. એચ.પી. ઝાલા (પીઆઇ, સિટી બી ડિવિઝન )
ત્રણ ઘા પેટના ભાગે ઝીંકી દીધા હતાં :જામનગરના ખડખડનગર વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી તારીખ 22 મીના રોજ પોતાના ઘરે જઈ રહી હતી, તે દરમિયાન રાજકોટના તુષાર બટુકભાઈ રાઠોડ નામના ઈસમે છરીના ત્રણ ઘા પેટના ભાગે ઝીંકી દીધા હતાં. જેના કારણે યુવતી ઘટના બેભાન બની ગઈ હતી. જોકે સ્થાનિકોએ 108ની મદદથી યુવતીને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હુમલામાં વાપરેલી છરી કબજે :આ અંગે સિટી બી ડિવિઝનના પીઆઇ એચ. પી. ઝાલા અને તેની ટીમ દ્વારા તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો હતો. ત્યારે રાજકોટના મહુડી પ્લોટમાં રહેતા તુષાર બટુક રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની પાસેથી હુમલામાં વાપરેલી છરી કબજે કરી લેવામાં આવી છે. તેને અદાલત સમક્ષ રજૂ કરતા જેલ હવાલે કર્યો છે. આ પ્રકરણ જે તે સમયે ભારે ચકચાર જગાવી હતી.
યુવતી હજુ પણ સારવાર હેઠળ : કોલેજીયન યુવતી પર હુમલા બાબતે સિટી બી પોલીસના પીઆઇ એચપી ઝાલા અને સ્ટાફ દોડતો થઈ ગયો હતો અને તાત્કાલિક પ્રકરણને ખુલ્લું કરી રાજકોટના શખ્સને દબોચી લીધો હતો. યુવતી હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. પોલીસે આ શખ્સ પાસેથી છરી કબજે કરી છે અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી :મળતી વિગત અનુસાર જામનગરના ખડખડનગરમાં રહેતી યુવતી સાથે રાજકોટના તુષાર રાઠોડે લગ્ન કરવા માટે કહ્યું હતું. જોકે યુવતીએ લગ્ન કરવાની ના પાડતાં આ યુવક આવ્યો હતો અને યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જામનગરની યુવતી છેલ્લા સાત દિવસથી જામનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. યુવતીને પેટના ભાગે છરીના ઘા વાગ્યા હોવાથી યુવતીની હાલત ગંભીર જોવા મળી હતી.
- Girl Attacked With Knife : જામનગરની યુવતીએ લગ્નની ના પાડી, રાજકોટના યુવકે છરીના ત્રણ ઘા ઝીંકી દીધાં
- Children are going missing in Jamnagar : જામનગરમાંથી વધુ બે બાળકો થયા ગુમ, ભણતરનો ભાર કે બીજું કંઇ કારણભૂત?
- Jamnagar Crime : જામનગરમાં સસરાના ઘેર આવી ઉત્પાત મચાવનારા જમાઇ, સસરાના ઘર પર ટોળકી લાવીને હુમલો કર્યો