જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પરપ્રાંતીય મજૂરો અહીં મજૂરી કરે છે. ખુદ જમાઈએ સસરાનું અપહરણ કર્યાની ઘટના ધ્રોલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઇ છે. જેને પગલે જામનગર ધ્રોલ પોલીસે ધ્રોલ પોલીસે બોલેરો કાર સાથે ત્રણ ઈસમોને દબોચી લીધા છે.
8 લોકોએ અપહરણ કર્યુ : મળતી વિગત અનુસાર લતીપર ગામમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મનીષ દામજી ચભાળિયા નામના ઈસમ સામે નોંધાવેલ ફરિયાદ અનુસાર જમાઈ સહિત 8 જેટલા લોકોએ અપહરણ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. જમાઈએ સસરાનું અપહરણ કર્યું હોવાથી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
આ પણ વાંચો Ahmedabad Crime : ચોરી કરતી સસરા જમાઈની જોડી ઝડપાઈ, અનેક ગુનાને સાથે આપ્યો અંજામ
મામલો શું હતો ચાનીયા : દીકરી શીલાના લગ્ન મુકેશ મોહન મહેડા સાથે કર્યા હતા. લગ્ન દરમિયાન જમાઈએ સસરાને બે લાખ રૂપિયા આપ્યા હતા. જોકે જમાઈ દ્વારા અવારનવાર સસરા પાસેથી આ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. સસરાએ રૂપિયા ન આપતા આખરે જમાઈ અને તેના સાગરિતોએ ધ્રોલના લતીપર ગામમાંથી સસરાનું અપહરણ કર્યું હતું. આરોપી મોહન અને સાનિયાની પુત્રી શીલાના લગ્ન થયા બાદ પુત્રી શીલા પોતાના પિતા સાથે રહેતી હતી અને શીલા પતિ સાથે જવા માંગતી ન હતી. એટલે જમાઈએ સસરાનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને અપહરણ કરી નાસી છૂટ્યો હતો.
સસરાને મધ્યપ્રદેશ લઈ જવા હિલચાલ : જમાઈએ સસરાનું અપહરણ કર્યા બાદ સસરાને મધ્યપ્રદેશ લઈ જવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આરોપીઓનો મનસૂબો સફળ થાય એ પહેલાં ધ્રોલ પોલીસે બોલેરો કાર સાથે ત્રણ ઈસમોને દબોચી લીધા છે ત્રણેય વિરુદ્ધ અપહરણની કલમ લગાવી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો સસરા પક્ષે જમાઈ પર કર્યો હુમલો, શું છે સમગ્ર મામલો
તમામ આરોપીઓ ધ્રોલ પોલીસે દબોચી લીધા: પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ત્રણ મધ્યપ્રદેશના ઈસમોના નામ પણ સામે આવ્યા છે સાથે સાથે બોલેરો ગાડી ધોકા પાઇપ સહિતની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. જામનગર ગ્રામ્યના ડીવાયએસપી વાઘેલાની અંડરમાં જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓને દબોચી લેવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ હતી આખરે આ તમામ આરોપીઓ ધ્રોલ પોલીસે દબોચી લીધા છે. ધ્રોલના અપહરણ કેસમાં ડીવાયએસપી વાઘેલા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે સમગ્ર મામલે જુદી જુદી ટrમો બનાવી હતી અને આખરે અપહરણ કરનાર ને દબોચી લીધા છે.વધુ વિગતો તપાસમાં બહાર આવશે.
રિમાન્ડની તજવીજ શરૂ: જોકે પોલીસે ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સના માધ્યમથી સસરાનું અપહરણ કરી નાખી નાસી છૂટેલા મુકેશ અને તેના બે સાગરિતને મુદ્દામાલ સાથે દબોચે લીધા છે મુકેશના ફોનનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતા તેનું લોકેશન પોલીસને મળ્યું હતું અને બાદમાં પોલીસે દરોડો પાડી કુલ ત્રણ અપહરણ કર્તા ઓને દબોચી લઈ અને તેની રિમાન્ડની તજવીજ શરૂ કરવામાં આવી છે.