જામનગર કોર્ટનો ચુકાદો, એક જ જ્ઞાતિના યુવક-યુવતીને લગ્નની આપી મંજૂરી - Jamnagar Court
જામનગરઃ જિલ્લાના શેખપાટ ગામના યુવક અને યુવતીના પિતાએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે, યુવક-યુવતી બંને એક જ જ્ઞાતિ હોવાથી તેમનું બ્લડ રિલેશન એક જ છે અને સંબંધમાં ભાઈ-બહેન થાય છે. તેવી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી, જેથી તે બન્નેના લગ્ન થઇ શકે નહી.
શેખપાટના યુવાન હૈયા જસ્મીતા કણજારીયા અને રાજેશ કણજારીયાની અટક પણ એક જ છે. જો કે કોર્ટે તમામ દલીલોને ફગાવીને યુવક અને યુવતીને લગ્ન કરવા માટેની છૂટ આપી છે. યુવક અને યુવતી એક જ જ્ઞાતિના છે, તેમજ એક જ ગામમાં રહેતા હતા અને પ્રેમ સંબંધ બંધાતા એકબીજાને લગ્નજીવન માટે પણ રાજી હતા. યુવતીના માતા-પિતાને જાણ થતા તેમણે યુવકના પરિવારજનો સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં યુવતી માતા-પિતા સાથે રહેવાને બદલે વિકાસ ગૃહમાં રહેવા ચાલી ગઈ હતી.
શનિવારના રોજ જજ એસ. એમ. વ્યાસે તમામ દલીલો સાંભળીને ચુકાદો આપ્યો છે કે, યુવક અને યુવતી બંધારણીય હક મુજબ લગ્ન કરી શકે છે. શેખપાટના બહુચર્ચિત કેસનો