જામનગરઃ શહેરના લાખોટા તળાવની સપાટી હાલ ઓવરફ્લો થવાથી એક ફૂટ નીચે છે. જો કે દર વર્ષે લાખોટા તળાવમાં નવા નીરના ભાજપ અને કોંગ્રેસ દ્વારા વધામણા કરવામાં આવતા હોય છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ તેમજ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી અને પાર્ટીના કોર્પોરેટરો હાજર રહ્યા હતા.
જામનગરમાં કોંગ્રેસ દ્વારા લાખોટા તળાવ અને રણજીતસાગર ખાતે નવા નીરના વધામણા કરાયા - ranjitsagar lake
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમની આગેવાનીમાં જામનગરમાં બુધવારના રોજ ચાર વાગ્યે એક જ વરસાદમાં લાખોટા તળાવ ભરાઈ જતાં કોંગ્રેસ દ્વારા વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગરમાં કોંગ્રેસ દ્વારા લાખોટા તળાવ અને રણજીતસાગર ખાતે નવા નીરના વધામણા કરાયા
લાખોટા તળાવના નવા વધામણા કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ રણજીતસાગર ડેમ ખાતે ગયા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા. રણજીતસાગર ડેમ જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતો રાજાશાહી વખતનો ડેમ છે. રણજીતસાગર ડેમ મંગળવારના રોજ જ ઓવરફ્લો થયો છે. રણજીતસાગર ડેમ ઓવર ફ્લો થતા શહેરીજનોમાં ખુશી છવાઇ છે.
મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો તો કોંગ્રેસના નેતાઓ દ્વારા માસ્ક પર અમુક લોકોએ જ પહેરેલું જોવા મળ્યું હતું.