ગુજરાત

gujarat

ETV Bharat / state

દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને જામનગર કોંગ્રેસનું સમર્થન, રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર - Rally held in Jamnagar

દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતો ત્રણ કાયદાઓને લઈ વિરોધ કરી રહ્યા છે. ત્યારે જામનગરના ખેડૂતો પણ દિલ્હી આંદોલનને લઈ વિરોધ કરતા જોવા મળ્યા હતા.

jamnagar
દિલ્હી

By

Published : Dec 4, 2020, 7:34 PM IST

  • દિલ્હીમાં ખેડૂતોના સમર્થનમાં જામનગર કોંગ્રેસ
  • જામનગર તેમજ રાજ્યના ખેડૂતો દિલ્હી જઈ કરશે વિરોધ
  • જામનગરમાં યોજાયેલ રેલીમાં ખેડૂત આગેવાનો જોડાયા

જામનગર : શહેરમાં કોંગ્રેસ દ્વારા દિલ્હી ખેડૂતોના આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે. જામનગરમાં કોંગ્રેસ આગેવાનોએ લીંબડા લાઈનથી રેલીની યોજી જિલ્લા કલેકટર કચેરી સુધી પહોંચ્યા હતા. બાદમાં કલેકટર કચેરીએ ધરણાં યોજ્યા હતા. બાદમાં પાંચ કોંગી આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. ત્યારે ETV BHARAT સાથેની વાતચીતમાં જામનગરના કોંગી આગેવાનો અને ખેડૂતોએ દિલ્હીમાં ખેડૂતો પર જે પ્રકારનું દમન ગુજારવામાં આવ્યું તેનો વિરોધ કર્યો છે. આ પ્રસંગે ખેડૂત નેતા પાલ આંબલિયા પણ જોડાયા હતા. ખેડૂત નેતા પાલ આંબલિયાએ ચીમકી ઉચ્ચારી છે કે, જો દિલ્હીના ખેડૂતો પર સરકાર સતત દમન ગુજારશે તો જામનગર તેમજ રાજ્યના ખેડૂતો દિલ્હી જઈ અને વિરોધ પ્રદર્શન કરશે.

દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને જામનગર કોંગ્રેસનું સમર્થન રેલી, ધરણાં અને આવેદનપત્ર
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય

દિલ્હીમાં ખેડૂતો ત્રણ કાળા કાયદાઓને દૂર કરવાની માંગ સાથે સરકાર સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. તેમજ આગામી દિવસોમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. ત્યારે હવે નાનાં ટાઉનમાં પણ ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે. જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય છે.

ABOUT THE AUTHOR

...view details