ગાંધીનગરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં બન્ને અધિકારીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું છે...બન્ને અધિકારીઓને પ્રાપ્ત થયેલા બહુમાન અંગે જિલ્લા વહીવટીતંત્રનાં ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓએ ગૌરવની લાગણી અનુભવી બન્નેને અભિનંદન પાઠવ્યા છે.
જામનગર કલેકટર રવિશંકરને મળ્યો શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી એવોર્ડ, રાજ્યપાલે કર્યો અર્પણ - શ્રેષ્ઠ નોડલ ઓફિસર
જામનગર જિલ્લાની વહીવટીક્ષેત્રની સફળતાઓ સૌ અધિકારીગણનું ધ્યાન ખેચ્યું છે. બે અધિકારીઓની ચૂંટણી સંબંધિત શ્રેષ્ઠ કામગીરીએ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. જિલ્લા કલેકટર રવિશંકરને રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવાને શ્રેષ્ઠ નોડલ ઓફિસર (સ્વીપ) જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર રવિશંકરની ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવાની શ્રેષ્ઠ નોડલ ઓફિસર (સ્વીપ) તરીકે પસંદગી કરવામાં આવી છે.
રાજ્યપાલના હસ્તે જામનગર કલેકટર રવિશંકરને મળ્યો શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી એવોર્ડ એનાયત
જિલ્લા કલેકટર રવિશંકરે આ બહુમાન અંગેનો સમગ્ર શ્રેય જિલ્લાની ટીમને આપ્યો છે. તેઓએ કહ્યું કે, જિલ્લાની ટીમ વતી તેઓ આ એવોર્ડ સ્વીકાર્યો છે... જ્યારે નાયબ ડીડીઓ અફસાના મકવાએ પણ પોતાને મળેલા એવોર્ડનો શ્રેય કલેકટર, ડીડીઓના માર્ગદર્શન અને અધિક કલેકટર, ડે.ડીઇઓના તથા અન્ય કર્મીઓના સહકારને આપ્યો છે. આમ બન્ને અધિકારીઓએ જામનગરને ગૌરવ અપાવ્યું છે.