ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરતા કલેક્ટર - jamngar latest news

જામનગર જિલ્લા સમાહર્તા રવિશંકર દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે કિસાન ક્રેડિટ કાર્ડનો ખેડૂતોને લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

કિસાન ક્રેડિટ કાર્ડ
કિસાન ક્રેડિટ કાર્ડ

By

Published : Feb 13, 2020, 11:59 AM IST

જામનગરઃ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 471 ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાંના 1 લાખ 30 હજાર 558 ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ કિસાન ક્રેડીટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. હાલ કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓએ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લીધો છે.

આ સમયે ખેડૂતોને પોતાની ખેતી માટે લેવા પડતા ધિરાણ બાબતે વારંવાર ગૂંચવણભરી પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે. તેમાનાં એક પણ લાભાર્થી આ કાર્ડના લાભથી બાકી ન રહી જાય તે માટે ખેડૂતો આગળ આવે તેવી અપીલ કરતા કહ્યુ હતુ કે, જે કિસાન ક્રેડિટ કાર્ડ ધારક નથી તેઓ માટે આગામી દિવસોમાં જિલ્લામાં ખેતીવાડી વિભાગના વહીવટી તંત્ર તેમજ બેંકો સાથે મળીને ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ પાક ધિરાણ આપવા માટે તારિખ 8 ફેબ્રુઆરી થી 23 ફેબ્રુઆરી સુધી વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે ખેડૂતોને એક પાંનાના સરળ ફોર્મ સાથે નામ, સરનામુ, 7-12, બેન્ક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે, જેના થકી આ કાર્ડ ખેડૂતોને સરળતાથી પ્રાપ્ય થશે.

કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરતા કલેકટર
આ કાર્ડ માટે ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે નજીકની બેંક શાખાનો સંપર્ક કરવાનો રહેશે અથવા તો બેંક મિત્રના સંપર્ક થકી તેઓ સરળતાથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટેની પ્રકિયા પણ ચાલુ રહેશે. જેની ખેડૂતમિત્રોને નોંધ લેવા અને લાભ લેવા કલેક્ટરે જણાવ્યુ હતુ. આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડ જિલ્લામાં રહેલા પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવશે જેનો લાભ લઈ તેઓ પણ આગળ ધિરાણ મેળવી શકશે તેમ કલેકટર રવિશંકરે ઉમેર્યું હતું. આ પરિષદમાં જામનગરના માધ્યમકર્મી મિત્રો અને લીડ બેંકના મેનેજર શુક્લા, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.વી.ગોસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details