ગુજરાત

gujarat

ETV Bharat / state

GST પોર્ટલના ધાંધીયાઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ આપશે આવેદનપત્ર

GST પોર્ટલનાં ધાંધીયા સામે કાલે સમગ્ર રાજ્યભરમાં આંદોલન થવાના છે. જે અંતર્ગત જામનગર ચેમ્બર ઓફ કોમર્સ આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરશે.

Jamnagar Chamber of Commerce will give application about failure of GST Portal
GST પોર્ટલના ધાંધીયાઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ આપશે આવેદનપત્ર

By

Published : Feb 12, 2020, 2:35 AM IST

જામનગરઃ GST પોર્ટલના ધાંધિયા સામે હવે સમગ્ર રાજયના વિવિધ કરવેરા સલાહકારના સંગઠનો દ્વારા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રિટર્ન ભરવા માટે પડતી હાડમારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત તા. 27મીના રોજ ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ ક્સલન્ટ્ન્ટસ, નેશનલ એક્શન કમિટી, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેકસ પ્રેકિટસનર્સ – વેસ્ટ ઝોન, ટેક્સ એડવોકેટ એસોસિયેશન ગુજરાત, ઈન્કમટેક્સ બાર એસોસિયેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એસોસિયેશન અમદવાદની સંયુકત બેઠક મળી હતી. જેમાં જીએસટી રિટર્નના ધાંધીયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તા. 5મી ફેબ્રુઆરી સુધી રિટર્ન ફાઈલ કરવાની મુદ્દત લંબાવવામાં આવી હતી. તેમ છતાં ટેકનિકલ કારણોસર અને પત્રકો ભરવાની અન્ય પડતી તકલીફોના અનુસંધાને ગત તારીખ 4ના રોજ એસજીએસટીના ચીફ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એસજીએસટીના ચીફ કમિશનરે પણ મુશ્કેલીની બાબત સ્વીકારી હતી. ગત તારીખ 7મીના રોજ ફરીથી રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં પોર્ટલના ધાંધિયા સામે હવે આંદોલન જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરાના કરવેરા સલાહકાર મુકેશ શર્માએ જણાવ્યું હતું કે, આ આદોલનમાં તારીખ 12મીના રોજ કાળી પટ્ટી ધારણ કરીને આ એસોસિયેશનના સભ્યો જિલ્લા કક્ષાએ ધારાસભ્યો, સાંસદ, ક્ષેત્રીય વેપારી મંડળ, મહાજનો, એસજીએસટી, સીજીએસટી સાથે મળીને કલેકટરને આવેદન પત્ર આપશે. આ ઉપરાંત 18મીના રોજ અમદાવાદમાં રેલી પણ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details