- જીજી હોસ્પિટલમાં થયેલી મારપીટના CCTV બહાર આવ્યા
- મહિલા અને સિક્યોરીટી ગાર્ડ સાથે થઈ હતી બબાલ
- પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો
જામનગર :કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને મહિલા સફાઈકર્મીઓ વચ્ચેની બબાલના CCTV આવ્યા સામે - Women and security guards
જામનગરમાં જી.જી હોસ્પિટલમાં થયેલી મહિલા સાથેની મારપીટના CCTV ફુટેજ બહાર આવ્યા છે જેમા ભીડ પોલીસ કર્મીઓને સાથે હાથાપાઈ કરતી નજર પડી રહી છે.
જામનગર : બુધવારે કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને મહિલા સફાઈ કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી અને બાદમાં ઉગ્ર વાતાવરણ બન્યું હતું. આ ઘટનાના સીસીટીવી બહાર આવ્યા છે. ફુટેજમાં દેખાય છે કે ટોળામાં રહેલા યુવકોના હાથમાં પથ્થર છે અને સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કરે છે. જો કે બાદમાં તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવે છે અને યુવકો પોલીસને પણ ઉશ્કેરી રહયા છે.
પોલીસકર્મીઓને પણ માર માર્યો હોવાનું CCTVમાં સામે આવ્યું
જો કે કોવિડ હોસ્પિટલની બાજુમાં જ ઓક્સિજન ટેન્ક હોવાથી પોલીસ દ્વારા ટોળાને દૂર કરવામાં આવ્યું હતું. જો કે બેકાબુ બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને પોલીસ સાથે પણ હાથાપાઈ કરી હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.