ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની જી.જી હૉસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો રામ ભરોશે - fire safety

જામનગરઃ શહેરની જી.જી હૉસ્પિટલમાં ફાયર સેફટીના બાટલાની એક્સપાયરી ડેટ ચાલી ગઈ છતાં પણ હોસ્પિટલ સત્તાધીશો અજાણ છે, ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિનાથી એક્સપાયરી ડેટ ચાલી ગઈ છે.

વિક્રમસિંહ ઝાલા,સમાજ સેવક

By

Published : May 16, 2019, 12:01 AM IST

જામનગરની જી.જી હૉસ્પીટલમાં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે દાખલ થતા હોય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. આમ તો જી.જી હૉસ્પિટલમાં હાલાર પંથકના મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.

જામનગરની જી જી હૉસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો રામ ભરોશે
જો કે, હૉસ્પિટલ સત્તાધીશો ત્રણ મહિના થયા છતા પણ હજુ ઊંઘમાં છે. હૉસ્પિટલમાં આગની ઘટના બનશે તો તેને માટે જવાબદાર કોણ તેવા સવાલો થઈ રહ્યા છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને શોર્ટ સર્કિટના કારણે આગના બનાવો પણ વધી રહ્યા છે. હાલ જે સાધનો ફાયર સેફટીના લગાવવામાં આવ્યા છે. તે બીજા મહિના જ એક્સપાયર થઈ ગયો છે અને મેં મહિના સુધી હૉસ્પિટલ સત્તાધીશો દ્વારા આ સાધનો બદલવામાં આવ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details