જામનગરમાં યોજાઈ બાર એસોસિએશનની ચૂંટણી, પરિવર્તન થશે કે પુનરાવર્તન - પરિવર્તન કે પુનરાવર્તન મતગણતરીમાં સામે આવશે
જામનગરઃ શહેરની મુખ્ય કોર્ટમાં સોમવારના રોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ છે, પૂર્વ પ્રમુખ ભરત સુવા સહિતના સાત ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વહેલી સવારથી વકીલો મતદાન કરવા માટે કોર્ટ પરિચરમાં પહોંચ્યા હતા.
![જામનગરમાં યોજાઈ બાર એસોસિએશનની ચૂંટણી, પરિવર્તન થશે કે પુનરાવર્તન જામનગરમાં યોજાઈ બાર એસોસિએશનની ચૂંટણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5540517-173-5540517-1577709129222.jpg)
જામનગરમાં યોજાઈ બાર એસોસિએશનની ચૂંટણી
જામનગર બાર એસો.ની ચૂંટણી દર વર્ષે યોજાઈ છે. જેમાં ગત વર્ષે એડવોકેટ ભરત સુવાએ બાજી મારી હતી અને બાર એસોના પ્રમુખ બન્યા હતા. આ વખતે મિત્તલ ધ્રુવ અને ભરત સુવા વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે બાર એસો.ની ચૂંટણીમાં ભારે રચાકસી જોવા મળી રહી છે. જો કે આ વખતની ચૂંટણીમાં કોણ બાજી મારશે તે તો મતગણતરીમાં સામે આવશે. વકીલો પરિવર્તન ઈચ્છે છે કે પછી ફરી એ જ પ્રમુખ તે તો મતગણતરીમાં બહાર આવશે.
જામનગરમાં યોજાઈ બાર એસોસિએશનની ચૂંટણી