- કોરોનાના કહેર વચ્ચે બાલા હનુમાનજી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું
- બાલા હનુમાનજી મંદિર ખુલતા ભક્તોમાં ખુશીનો માહોલ
- કોરોનાની ગાઇડલાઇન મુજબ મંદિરમાં અપાશે પ્રવેશ
જામનગરઃ રાજ્ય સરકારે તમામ દેવસ્થાનો શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુક્યા છે, ત્યારે જામનગરનું વિશ્વ હનુમાન મંદિર પણ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. બાલા હનુમાન મંદિરમાં 56 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. કોરોના કાળમાં પણ અહીં પાંચ લોકો દ્વારા અખંડ રામધૂન ચાલુ રાખવામાં આવી હતી.
આ પણ વાંચોઃઅમદાવાદમાં આશરે દોઢ મહિના બાદ મંદિરોના દ્વાર ખુલ્યા
કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે મંદિરમાં પ્રવેશ અપાશે
બાલા હનુમાન મંદિરમાં કોવિડ ગાઇડલાઇન પ્રમાણે તમામ શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માસ્ક ફરજીયાત છે, તેમજ સેનિટાઇઝર કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.