જામનગરઃ રીક્ષાચાલક એમને જી.જી હોસ્પિટલમાં મૂકીને રવાના થઈ ગયો હતો. પણ પછીથી રીક્ષાચાલકને પોતાની રીક્ષામાં પડેલી પેલા ભાઈનું મશીન યાદ આવ્યું હતું. આ અંગે ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, હું સવારે અમદાવાદથી જામનગર આવ્યો હતો. એ મશીનનો ઉપયોગ સર્જરીમાં કરવામાં આવે છે. કેમેરા-દૂરબીનથી જે ઓપરેશન કરવાનું હોય ત્યાં આ બધા ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. આ મશીનથી સર્જરી કર્યા બાદ પોસ્ટ સર્જરી પેઈન ઓછું થાય છે. દર્દીને સારવાર સાથે દર્દ ઓછુ થાય છે એટલે આ બધા મશીનનો ઉપયોગ થાય છે.
જામનગરના રીક્ષાચાલકની ઈમાનદારી, દોઢ લાખનું મશીન કર્યું પરત - jamnagar auto rixa driver
અમદાવાદથી જામનગર આવેલા ઈન્ડિયા પ્રાયવેટ લિ.ના અધિકારી ધર્મેન્દ્રભાઈ દવે એક મશીન લઈને જામનગર આવ્યા હતા. એક રીક્ષાચાલકને લઈને તેઓ શેહરની જી.જી. હોસ્પિટલમાં ગયા હતા. પણ આ સમયે પોતાનું મશીન રીક્ષામાં ભૂલી ગયા હતા. જામનગરમાં હોસ્પિટલ વિસ્તારમાં રીક્ષા ચલાવતા એક રીક્ષા ચાલકને પોતાની રીક્ષામાં ભૂલાઈ ગયેલી અમદાવાદના મેનેજરનું મશીન પરત કરીને ઈમાનદારીનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
![જામનગરના રીક્ષાચાલકની ઈમાનદારી, દોઢ લાખનું મશીન કર્યું પરત જામનગરના રીક્ષાચાલકની ઈમાનદારી, દોઢ લાખનું મશીન કર્યું પરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5969855-438-5969855-1580910493546.jpg)
જામનગરના રીક્ષાચાલકની ઈમાનદારી, દોઢ લાખનું મશીન કર્યું પરત
જામનગરના રીક્ષાચાલકની ઈમાનદારી, દોઢ લાખનું મશીન કર્યું પરત
આ મશીનની કિંમત આશરે દોઢેક લાખ રૂપિયા છે. રીક્ષા ચાલકે આ મશીન હોસ્પિટલના અધિકારીઓને પરત કર્યુ હતું. આમ રીક્ષાચાલકે પોતાની ઈમાનદારી દાખવી હતી અને મશીન પરત કર્યું હતું. હોસ્પિટલના સત્તાવાળાઓએ રીક્ષાવાળાની ઈમાનદારીને બિરદાવી હતી અને સન્માન પણ કર્યું હતું.