ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં પણ તાનાજી ફિલ્મનો વિરોધ, ઋષિવંશી સમાજે રેલી યોજી આપ્યું આવેદન - વાણંદ સમાજ

જામનગર ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા બોલીવુડની તાનાજી ફિલ્મમાં વાણંદ સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉપયોગ કરવા અંગે રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાણંદ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. તેમજ તાનાજી ફિલ્મ પર પ્રતિબંધ લાદવા વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

jamnagar
જામનગર

By

Published : Jan 27, 2020, 6:18 PM IST

જામનગર : તાનાજી ફિલ્મમાં એક પાત્ર કે જે વાળંદ સમાજને લગતું બતાવવામાં આવ્યું છે, ત્યારે આ પાત્રને ફિલ્મમાં અભદ્ર ટિપ્પણી પણ કરવામાં આવી છે. જેમાં વાણંદ સમાજને નીચો બતાવવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.

જામનગરમાં પણ તાનાજી ફિલ્મનો વિરોધ

જે અંગે જામનગર ઋષિવંશી સમાજ સેવા સંઘની આગેવાનીમાં સમગ્ર વાળંદ સમાજના લોકોએ એકત્ર થઈ જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી. જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ તાનાજી ફિલ્મમાં વાળંદ સમાજનું અપમાન થતી ટિપ્પણી દૂર કરવા માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details