જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા મહા વાવાઝોડની વર્તાતી અસરને ધ્યાનમાં રાખીને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલક્ટરે દરિયામાં રહેલી તમામ બોટને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાના આદેશ કર્યા હતા. જેમાંથી 208 બોટ માદરે વતન પરત ફરી છે, તો 10 જેટલી બોટને કચ્છમાં લંગરવામાં આવી છે.
'મહા' સંકટને પહોંચવા જામનગર વહીવટીતંત્ર સજ્જ - જામનગર વહીવટીતંત્ર
જામનગરઃ હાલ ગુજરાતભરમાં મહા વાવાઝોડાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે દરિયા કિનારે વસતા અથવા દરિયો ધરવાતા વિસ્તારોની સુરક્ષા વધારાવામાં આવી છે. જે અંતર્ગત જામનગરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહા વાવઝોડાની સામે લોકોને સુરક્ષિત કરવાના નિર્ણય લેવાયા હતા. સાથે લોકોને સંતર્ક રહેવાની જાણકારી અપાઈ હતી.
અસરગ્રસ્ત દરિયા કિનારાના 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બાય પ્લેન આજે રાત્રે 6 NDRFની ટીમ જામનગર આવી રહી છે. જેમાંથી એક ટીમ NDRFની ટીમ જામનગર જિલ્લામાં રહેશે. જ્યારે અન્ય ટીમોને બીજા જિલ્લામાં મોકલવામાં આવશે.
હાલ, મહા વાવાઝોડાની સેટેલાઇટ સ્થિતિ જોતા જામનગર જિલ્લામાં મહા વાવાઝોડાની અસર ઓછી વર્તાવવાની સંભવાના જિલ્લા કલક્ટરે વ્યક્ત કરી હતી. છતાં તેમણે ભાવિ સમસ્યાઓને કેન્દ્રમાં અગોતરા આયોજનની તૈચારી દર્શાવી હતી. આમ, 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે આગળ વધતાં મહા વાવાઝોડાને પહોંચી વળવા માટે જામનગર તંત્ર સજ્જ થયું છે.