જામનગર/ કાલાવડ: જામનગર જિલ્લાના ધોરીમાર્ગ અકસ્માતના કારણે જોખમી પુરવાર થયા છે. ફરી એક ચોક્કસ સમયના અંતે અકસ્માતની ઘટના બની છે. જેમાં કારચાલકને ગંભીર ઈજા થઈ છે. એક ટ્રક જ્યારે કાલાવડ તરફ આવી રહ્યો હતો એ સમયે અચાનક પાછળના ટાયર નીકળી જતા બરોબર પાછળ આવી રહેલી ઇકો કારનો ભોગ લેવાયો છે. જેમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ થતા વધુ ટ્રીટમેન્ટ માટે જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અચાનક ટ્રકના પાછળના ટાયર નીકળી જતા ટ્રક ચાલકે પણ થોડા સમય માટે બેલેન્સ ગુમાવી દીધું હતું. ધોરાજી હાઇવે ફરી એક વખત ગોઝારો સાબિત થયો છે. આ રૂટ ઉપર મોટાભાગે ટ્રકની અવરજવર વધારે હોય છે. સિંગલ ટ્રેક રસ્તા ઉપર આ પ્રકારનો અકસ્માત થતાં હાઇવે પર વાહનોની લાઇન લાગી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
ટ્રક બેકાબુ બન્યો: ગઈકાલે પૂર ઝડપે જઈ રહેલો ટ્રકના પાછળના જોટાના ચાર વિલ નીકળી જતા ટ્રક બેકાબુ બન્યો હતો. જોકે પાછળ આવી રહેલી ઇકો કાર સાથે અથડાઈ હતી. જેમાં ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચે છે. વિચિત્ર પ્રકારનું અકસ્માત સર્જાતા કાલાવડ ધોરાજી હાઇવે પર ટ્રાફિક જેમના દ્રશ્ય સર્જાયા હતા. લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. બાદમાં બચાવ કામગીરી શરૂ કરી હતી બાદમાં 108 ની મદદથી કારચાલક ડ્રાઇવરને તાત્કાલિક સારવાર આપવા માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.