ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Accident :  ખંભાળિયા ધોરીમાર્ગ પાસે મુસાફરો ભરેલી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત

જામનગરમાં ખંભાળિયા ધોરીમાર્ગ પર કાનાલુસ ગામના પાટીયા પાસે જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં મોડી સાંજે મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી ખાઈને રોડ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતના પગલે 10 લોકોને ઈજા પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. સારવાર બાદ તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ સામાન્ય છે.

Jamnagar Accident
Jamnagar Accident

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 5:42 PM IST

ખંભાળિયા ધોરીમાર્ગ પાસે મુસાફરો ભરેલી બસ પલટી

જામનગર :ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલુસ ગામના પાટીયા પાસે મોડી સાંજે જીવલેણ અકસ્માત સર્જાયો છે. અહીં ખાનગી લક્ઝરી બસ પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. આ બસની અંદર બેઠેલા મુસાફરો પૈકી 10 લોકો ઈજાગ્રસ્ત થતા, તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ બે વ્યક્તિની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે. આ અકસ્માત બાદ 108 ની ટીમ અને પોલીસ તંત્ર દોડતું થયું છે.

મુસાફરો ભરેલી બસ પલટી : આ અકસ્માત અંગે મળતી વિગત અનુસાર જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર એક ખાનગી બસ આવી પસાર થઈ રહી હતી. આ બસ મોટી ખાવડીથી ખાનગી કંપનીના કેટલાક કર્મચારીઓને લઈને જામનગર તરફ આવી રહી હતી. કાનાલુસ ગામના પાટીયા પાસે સાતેક વાગ્યાના આસપાસ આ ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. મુસાફરો ભરેલી બસ અચાનક પલ્ટી મારી રોડથી નીચે ઉતરી ગઈ હતી.

10 મુસાફરો ઈજાગ્રસ્ત : આ જીવલેણ અકસ્માત થતા બસમાં સવાર મુસાફરોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ અંગે સૌપ્રથમ આરોગ્ય વિભાગને જાણ કરતા 108 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત અન્ય ખાનગી સંસ્થાઓની એમ્બ્યુલન્સ પણ બનાવના સ્થળે પહોંચી હતી. સૌપ્રથમ 108 એમ્બ્યુલન્સ ટીમે ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

બચાવ કામગીરી : આ ઉપરાંત અન્ય છ વ્યક્તિને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ખાનગી સંસ્થાઓની એમ્બ્યુલન્સ મારફતે સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ, સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે. પોલીસ વિભાગ દ્વારા આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

  1. Jamnagar News : જામનગર એરપોર્ટના ગેટ પાસે કલર કામ કરતાં યુવકને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત
  2. Jamnagar: ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ, જામનગરમાં ઓવર બ્રિજની કામગીરી શરૂ

ABOUT THE AUTHOR

...view details