ગુજરાત

gujarat

By

Published : Mar 26, 2022, 8:14 PM IST

ETV Bharat / state

Jamjodhpur Talati suicide: જામજોધપુરમાં તલાટી કમ મંત્રીએ આત્મહત્યા કરી, મોતનું કારણ અકબંધ

જામનગરના જામજોધપુરમાં તલાટી કમ મંત્રીએ આરામગૃહમાં (Jamjodhpur Talati suicide) દોરડા વડે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને (Jamjodhpur Police )કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Jamjodhpur Talati suicide: જામજોધપુરમાં તલાટી કમ મંત્રીએ આત્મહત્યા કરી મોતનું કારણ અકબંધ
Jamjodhpur Talati suicide: જામજોધપુરમાં તલાટી કમ મંત્રીએ આત્મહત્યા કરી મોતનું કારણ અકબંધ

જામનગરઃ જામજોધપુરમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ભાવેશ પ્રજાપતિ નામના તલાટીએ (Jamjodhpur Talati suicide)આરામગૃહમાં દોરડા વડે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરીલીધી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલોઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો(Jamnagar Jamjodhpur Talati suicide) કબજો મેળવી લીધો છે. જો કે તલાટીએ શા માટે આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે.

તલાટી કમ મંત્રીએ આત્મહત્યા કરી -તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિ મૂળ ગાંધીનગરના રહેવાસી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતાં. અગાઉ ધ્રોલ અને જોડિયામાં પણ તલાટી તરીકેની ફરજ ભાવેશ પ્રજાપતિએ બજાવી હતી. જોકે તંત્ર દ્વારા(Jamjodhpur Police ) ભાવેશ પ્રજાપતિની વારંવાર બદલી કરવામાં આવતી હતી. હાલ તેઓ જામજોધપુરમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે ભાવેશ પ્રજાપતિએ જામજોધપુરના આરામગૃહમાં દોરડા વડે લટકી અને આત્મહત્યા કરી લેતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગાંધીનગરમાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃAhmedabad Suicide Case : ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કિશોરે કરી આત્મહત્યા

પોલીસે મૃતદેહનો કબજો લીધો -મૃતક ભાવેશ પ્રજાપતિ પાસેથી કોઈ સ્યૂસાઇડ નોટ મળી છે કે અન્ય સાહિત્ય મળ્યું છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં જામજોધપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.વી.વાઘેલાએ મૃતદેહનો કબજો મેળવી જામજોધપુરની રેફરલ હોસ્પિટલમાં મૃતદેહને લઇ જવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃPolice Woman Suicide : ખંભાળીયામાં હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

ABOUT THE AUTHOR

...view details