- તારક મહેતા ફેઈમ નેહા મહેતાએ etv ભારત સાથે કરી વાતચીત
- નાટકથી કારકિર્દીની શરૂઆત નેહા મહેતાએ કરી હતી
- સીરિયલ અને મૂવીમાં પણ અગાઉ કરી ચૂક્યા છે કામ
જામનગરઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલી ભાભીના પાત્રથી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી નેહા મહેતા જામનગર પહોંચ્યા હતાં. ગુજરાતી ફિલ્મના શૂટિંગ જામનગર આવેલા અભિનેત્રી નેહા મહેતા સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી.
જામનગરમાં ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે આવ્યા હતા નેહા મહેતા
નેહા મહેતાએ કારકિર્દીની શરૂઆત નાટકથી કરી હતી અને બાદમાં તેઓ સીરિયલ તેમજ ફિલ્મ અને એડ્માં પણ તેમણએ કામ કર્યુ છે. વડનગરના રહેવાસી નેહા મહેતાએ તારક મહેતા સીરિયલમાં અંજલી મહેતાના રોલથી ખુબ જ નામના મેળવી છે. હવે તેમણે ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. હાલ તઓ જામનગર ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે પહોંચ્યા હતાં.
તારક મહેતા સિરિયલથી મેળવી નામના