સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અવકાશ વિજ્ઞાનનું રસપ્રદ પ્રદર્શન
જામનગરઃ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અવકાશ વિજ્ઞાનની રસપ્રદ પ્રદર્શનની સાથે ઇસરો સ્પેસ એક્ઝિબિશન યોજાયું છે.બે દિવસીય એકઝીબિશનમાં અવકાશ વિજ્ઞાનની રસપ્રદ પ્રદર્શની રજૂ કરવામાં આવી હતી.
સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અવકાશ વિજ્ઞાનની રસપ્રદ પ્રદર્શન, વિધાર્થીઓ થયા માહિતગાર
ઇસરો સ્પેસ એક્ઝિબિશન ઇસરોની વિવિધ પરાક્રમો તેમજ ચંદ્રયાન વન ચંદ્રયાન-2 વિવિધ પ્રકારની મિસાઇલો આ પ્રદર્શનીમાં મૂકવામાં આવી હતી. અહીં ઇસરોના પાંચ વૈજ્ઞાનિકો પણ આવ્યા હતાં. જે વિવિધ સ્કૂલના બાળકોને ઈસરો વિશે રસપ્રદ માહિતી પણ આપી રહ્યાં હતા. ખાસ કરીને આગામી સમયમાં માનવરહીત યાન અવકાશમાં મોકલવામાં ઈસરો દ્વારા જે પ્રકારની પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે તેની પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.