જામનગરના ધંનવતરી હૉલ ખાતે યોજાયેલી આ આ સ્પર્ધામાં જામનગરની 5 કૉલેજ 1. સરકારી ડૅન્ટલ કૉલેજ 2. સરકારી નર્સિંગ કૉલેજ 3. એમ.પી.શાહ કૉમર્સ કૉલેજ 4. કે.પી. શાહ લો-કૉલેજ અને 5. હરિયા કૉલેજના વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું.
જામનગરમાં ધનવંતરી હોલ ખાતે આંતર-કોલેજ ચર્ચા સ્પર્ધાનું આયોજન - election
જામનગર: મતદાન જાગૃતિ અભિયાન સંદર્ભે શહેરમાં આવેલા ધનવંતરી હૉલ ખાતે કૉલેજના વિદ્યાર્થીઓ વચ્ચે આંતર-કૉલેજ ચર્ચા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે કૉલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ “હું અવશ્ય મતદાન કરીશ” ના શપથ લેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૉલેજના વિદ્યાર્થીઓએ “આપણો મત અમૂલ્ય ,હું મતદાન અવશ્ય કરીશ” ના બેનર પર સહી કરી હતી.
આ સ્પર્ધામાં જામનગરના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર, જામનગર જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તી પરીક તથા દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી ડો. મનિષકુમાર બંસલ, સ્વીપના નોડલ અધિકારી અફસાના મકવા, રમત-ગમત અધિકારી નિતા વાળા, સ્વીપના સભ્યો ડી.વી.નિમાવત, આર.જી.વિઠલાણી, કે.એમ.કણસાગરા, એમ.આર.દલવાડી અને વિશાળ સંખ્યામાં કૉલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.