પ્રાપ્ત વિગતો મુજબ, INS વાલસુરાના જવાનોએ પરાક્રમ કર્યું હતું. 10 દિવસ ચાલનારી 580 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી નેવીના જવાનો વાલસુરા ખાતે પરત ફર્યા છે. દુર્ગમ પહાડો અને કાદવ કીચડ યુક્ત રસ્તા પર પસાર થઈ તેમજ લેહ લદ્દાખની પહાડીઓમાં સફળતાપૂર્વક સાયકલિંગ કરી આ યોદ્ધાઓએ અનોખું પરાક્રમ કર્યું છે.
INS વાલસુરાના જવાનોનું પરાક્રમ, લેહ લદ્દાખની પહાડીઓમાં કર્યુ સાયકલિંગ - cycling
જામનગર: INS વાલસુરાના જવાનોએ સાયકલ યાત્રા યોજી હતી. તેમજ આ ટીમમાં લેફ્ટનન્ટ કમાન્ડર આદિત્ય સચદેવા, સબ લેફ્ટનન્ટ આરૂષ શર્મા, સબ લેફ્ટનન્ટ અભિષેક કુમાર, વેદપાલ, ઇએપી3, કુલદીપ, સ્ટુવર્ડ, સંતોષ કુમાર સહિતના જવાનો સાયકલ યાત્રામાં જોડાયા હતા.
જામનગર
આ ટીમ 9 જુલાઈએ મનાલીથી રવાના થઈ હતી. ત્યારબાદ રોહતાંગ લા(13058ફૂટ), નકીલા(15547 ફૂટ), લાચુંગ લા(16616ફૂટ), તાંગલાગ લા(17582ફૂટ), ખારદુગ લા(18380ફૂટ) વગેરે પહાડીઓ પર સરળતાપૂર્વક સાઈકલિંગ કરી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. લેહ લદ્દાખમાં પ્રતિકૂળ વાતાવરણ ન હોવાથી જવાનોને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. તાગલાગ લામાં હિમવર્ષા થતાં બે ફૂટ સુધી બરફના થર જામ્યા હતા અને જેના કારણે થોડી મુસીબતોનો સામનો પણ કરવો પડ્યો હતો.