ગુજરાત

gujarat

ETV Bharat / state

Income Tax raid જામનગરમાં શિપ બ્રેકિંગના ઉદ્યોગકારો સાથે સંકળાયેલા જૂથને ત્યાં ITની તવાઈ

જામનગર શહેરમાં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા (Income Tax raid on Inayat Moosa and Co) હતા. અહીં શિપ બ્રેકિંગ સંલગ્ન વ્યવસાયમાં સંકળાયેલા જૂથને ત્યાં ITએ તવાઈ બોલાવતા ફફડાટ ફેલાયો હતો. આ દરોડામાં હિસાબી દસ્તાવેજોની (Inayat Moosa and Co in Jamnagar) પણ ખાસ ચકાસણી કરવામાં આવી હતી.

Income Tax raid જામનગરમાં શિપ બ્રેકિંગના ઉદ્યોગકારો સાથે સંકળાયેલા જૂથને ત્યાં ITની તવાઈ
Income Tax raid જામનગરમાં શિપ બ્રેકિંગના ઉદ્યોગકારો સાથે સંકળાયેલા જૂથને ત્યાં ITની તવાઈ

By

Published : Jan 25, 2023, 10:09 PM IST

ભાવનગરના કનેક્શનમાં હાથ ધરાયું

જામનગરઃજામનગરમાં ઈન્કમ ટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. અહીં જામનગર નજીક હાપામાં ઑફિસ-ફેક્ટરી ધરાવતા ઈનાયત મુસા એન્ડ કંપની પર આ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈન્કમ ટેક્સ વિભાગે ઑફિસ-ફેક્ટરી ઉપરાંત નિવાસે પણ તપાસ અને કાર્યવાહી કરી હોવાની ચર્ચા છે. દરોડામાં અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારના હિસાબી દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોBhavnagar Incometax Raid: ભાવનગરમાં 10થી વધુ સ્થળોએ IT વિભાગના દરોડા

ભાવનગરના કનેક્શનમાં હાથ ધરાયુંઃ પ્રાદેશિક તપાસમાં જ કેટલાક વાંધાજનક-શંકાસ્પદ વ્યવહારો હાથ લાગતા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. એમ કહેવાય છે કે, ગઈકાલે ભાવનગરમાં શિપ બ્રેકિંગ સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા 2 ઉદ્યોગ જૂથના 6 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં જામનગરના ઉદ્યોગ જૂથનું નામ ખુલ્યું હતું. ભાવનગરના કનેક્શનમાં જ આ સર્ચ ઑપરેશન હાથ ધરાયાનું માનવામાં આવી રહ્યું છે.

ભાવનગરમાં 6 સ્થળોએ દરોડાઃભાવનગરમાં માલવી મિકેનીક વર્ક્સ તથા પટેલ પ્લાસ્ટિક એમ 2 ઉદ્યોગ એકમોના 6 સ્થળોએ ગઈકાલે (મંગળવારે) દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના શિશુવિહાર, પ્રભુદાસ તળાવ, મોતીતળાવ, નવાપરા, VIP કુંભારવાડામાં ઉદ્યોગો તથા તેના સંચાલકોના સ્થળો પરની આ સર્ચ કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ જારી રાખવામાં આવી હતી. તે દરમિયાન આજે જામનગરના એકમને પણ નિશાન બનાવવામાં આવ્યુ હતું.

2 દિવસમાં કંડલા અને ભાવનગરમાં દરોડાઃ કંડલા ઈન્કમટેકસના આ દરોડામાં મોટી રકમની કરચોરી ખૂલવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. જોકે, અમદાવાદ વિન્ગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી વિશે સતાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જામનગરમાં સર્ચ ઓપરેશન પૂર્વે છેલ્લા 2 દિવસ દરમિયાન કંડલા તથા ભાવનગરમાં પણ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સામાન્ય રીતે બજેટ પહેલા નથી પડતા ITના દરોડાઃ તો કંડલામાં સ્પેશિયલ ઈકોનોમિક ઝૉનમાં યુઝ્ડ ગાર્મેન્ટ વ્યવસાયિક પર દરોડા હતા. તેમાં મોટું અંડર વેલ્યૂએશન થતું હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકારના બજેટ વખતે આવકવેરા દરોડા કાર્યવાહી થતી હોતી નથી, પરંતુ આ વખતે સામાન્ય બજેટ પૂર્વે પણ સર્ચ ઓપરેશન જારી રહેતા વેપાર ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો છે. તો આવતા દિવસોમાં આવા વધુ ઓપરેશન થવાની આશંકાથી ઉદ્યોગકારો સાવધ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details