જામનગરમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્મિત પે એન્ડ યુઝનું કરાયું લોકાર્પણ - jamnagar news
દેશમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વચ્છતા જળવાય તે માટે વારંવાર અપીલ પણ કરવામાં આવે છે. ખાસ કરીને જે ટાઉનમાં લોકોની વસ્તી વધુ હોય ત્યાં ફરજિયાત છે પે એન્ડ યુઝની સંખ્યા વધારવાની રજૂઆત કરાઈ હતી.
જામનગર
જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા આજરોજ રૂપિયા 50 લાખના તૈયાર થયેલા સુલભ શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના અતિ ગીચ વિસ્તાર એવા લાલબંગલા સર્કલ તેમજ દિગ્જામાં સર્કલ પાસે સુલભ શૌચાલય બનાવવામાં આવ્યું છે.