- લાલપુરમાં BJP અધ્યક્ષ સી. આર. પાટીલે રોડ શો યોજ્યો
- લાલપુરમાં સી. આર. પાટીલનો લલકાર
- રોડ શો બાદ ચૂંટણી સભા સંબોધી
લાલપુરમાં BJP અધ્યક્ષ સી. આર. પાટીલે રોડ શો યોજ્યો
જામનગર: જામનગર મનપાની ચૂંટણીમાં BJPએ શાનદાર દેખાવ કર્યો છે અને હવે જિલ્લા પચાયત, તાલુકા પચાયતની ચૂંટણી યોજાનારી છે, ત્યારે આજે લાલપુરમાં BJP અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. સી. આર. પાટીલે લાલપુરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો અને બાદમાં જંગી ચૂંટણી સભાને સંબોધી હતી.
પેજ પ્રમુખને લીધે જ રાજ્યની છ મહાનગરપાલિકામાં વિજય થયો
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં BJPનો દેખાવ સારો રહ્યો નથી, ત્યારે લાલપુર પંથકના તમામ ઉમેદવાર જંગી બહુમતીથી વિજેતા બને તે માટે સી. આર. પાટીલે જણાવ્યુ છે કે, જેવી રીતે કોર્પોરેશન પર કબજો મેળવ્યો તેવી રીતે ગ્રામ્ય પથકમાં પણ ભગવો લહેરાવો જોઈએ. ખાસ કરીને પેજ પ્રમુખ મોડલનું સમગ્ર ભારતમાં અનુસરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પેજ પ્રમુખને લીધે જ રાજ્યની છ મહાનગરપાલિકામાં વિજય થયો છે.
પેજ કમિટી આઈડિયા સફળ રહ્યો
કોર્પોરેશન ચૂંટણીમાં પેજ કમિટીનો આઈડિયા સફળ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષ નેતા પરેશ ધાણાનીએ પેજ કમિટીને અણુ બૉમ્બ કહી હતી અને તેની વાત સાચી સાબિત થઈ છે.