જામનગર: કોરોનાના કહેરમાં વસ્તાભાઈ કેશવાલા બન્યા ભામાશા, 1 કરોડના ઘઉં ગરીબોને દાન કર્યા - Jamnagar
વિશ્વભરમાં કોવિડ-19નો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ ગરીબોની વ્હારે આવી છે. જે લોકોના કામધંધા બંધ છે અને ઘરમાં આવક નથી, તેવા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેમને ખરા સમયે જામનગરના સેવાભાવી વસ્તાભાઈ કેશવાલાએ મદદ કરી છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં 188 જેટલા ગામડાના ગરીબ લોકોને ઘઉં મોકલ્યા છે.

જામનગર
જામનગર: જ્યારથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારથી વસ્તાભાઈ કેશવાલાએ ઘઉંનું દાન શરૂ કર્યું છે. તેમના દ્વારા જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં પહોંચડવામાં આવ્યા છે. જામનગર શહેરમાં વર્ષોથી સમર્પણ હોસ્પિટલ ચલાવતા વસ્તાભાઈ કેશવાલાએ સમર્પણ હોસ્પિટલના 27 વર્ષ પૂર્ણ થતા 27 હજાર ઘઉંની ગુણીઓ દાન કરવાની નેમ રાખી છે.
જામનગર: કોરોનાના કહેરમાં વસ્તાભાઈ કેશવાલા બન્યા ભામાશા, 1 કરોડના ઘઉં ગરીબોને દાન કર્યા
Last Updated : Apr 26, 2020, 9:04 PM IST