કાર્યક્રમનો શુભારંભ રામ મૂકબધિર શાળા, અંધજન તાલીમ મંડળ જામનગર અને આસ્થા કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કર્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ હતી. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકીએ દિવ્યાંગ બાળકોની અનન્ય પ્રતિભાઓને પ્રભુના ખાસ સિતારાઓ કહી નવાજ્યા હતા.
જામનગરમાં સમાજ સુરક્ષા વિભાગે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઇ - જામનગરમાં સમાજ સુરક્ષા વિભાગ
જામનગર: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આણંદા બાવા સેવા સંસ્થાના પરિસરમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત દિવ્યાંગો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ, માં અમૃતમ કાર્ડ કેમ્પ, યુ.ડી.આઇ.ડી કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી, યુ.ડી.આઇ.ડી કાર્ડ વિતરણ, દિવ્યાંગોનું સન્માન તથા સાધન સહાય વિતરણનાં કાર્યક્રમો યોજાયો હતો.
જામનગરમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઇ
આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેનએ પણ કહ્યુ હતું કે, દિવ્યાંગ બાળકો એ અશક્ત નહીં પરંતુ સામાન્યજન કરતાં પણ વધુ સશક્ત છે. તેમને માત્ર યોગ્ય માર્ગદર્શનની જ આવશ્યકતા છે. જેથી સમાજના સામાન્ય માણસોએ કે દિવ્યાંગો એ પણ કયારેય પોતાને અશક્ત માનવા નહીં. સરકાર અને સમાજ સુરક્ષા વિભાગ દિવ્યાંગોને માર્ગદર્શન આપવા અને તેમની પ્રતિભા ખીલવવામાં સતત સહકાર આપશે. અહીં દિવ્યાંગોને ટ્રાયસિકલ, એમ.આર.કીટ, હાર્મોનિયમ જેવા સાધન સહાયનું વિતરણ કરાયું હતું.