જામનગર: શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય છે અને અસંખ્ય લોકો માસ્ક પહેર્યા વિના નીકળતા હોય છે. જેથી જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલ દ્વારા આજે વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો પાસેથી હવે 200 રૂપિયાને બદલે 500 રૂપિયાનો દંડ પ્રથમ વખત વસુલ કરવામાં આવશે, ત્યારબાદ પણ જો નિયમ ભંગ કરશે તો તેવા લોકો પાસેથી રૂપિયા 750નો દંડ વસૂલ કરવામાં આવશે.
માસ્ક નહીં પહેરનારા સાવધાન, જામનગરમાં મ્યુનિસિપલ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું - જામનગરમાં મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બુધવારે માસ્ક સંબંધે વિશેષ જાહેરનામુ બહાર પાડ્યું છે. શહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા લોકો પાસેથી પ્રથમ વખત 500 રૂપિયાનો દંડ વસુલાશે, જ્યારે બીજી વખત જો પકડાશે તો 750 રૂપિયાના દંડની વસુલાત થશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેરનારા તેમજ અન્ય નિયમોનો ભંગ કરનારા આઠ હજાર લોકો પાસેથી રુપિયા 16 લાખની વસુલાત કરી લેવામાં આવી છે.
જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જામનગર મહાનગરપાલિકાના SSI સહિતની ટુકડી આ કામગીરી હાથ ધરશે. જેમાં જરૂર પડ્યે પોલીસ તંત્રની પણ મદદ લેવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા, જાહેરમાં થૂંકનારા અને માસ્ક નહીં પહેરનારા લોકો સામે 8099 કેસ કરવામાં આવ્યા છે અને તેઓ પાસેથી 16 લાખથી વધુ દંડની વસુલાત કરવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા 1030, માસ્ક નહીં પહેરનારા 1863, જાહેરમાં થૂંકનારા 189 લોકો અને સેનિટાઇઝરનો ઉપયોગ નહીં કરનારા 17 વેપારીઓ દંડાયા છે.