જામનગર: રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ પરિવાર સાથે દીપમાળા કરી હતી. કોરોના વાઈરસના સંક્રમણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં દીપમાળા કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીની વાતને સમગ્ર દેશમાંથી અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું. જામનગરમાં ખોડિયાર કોલોની રોયલ પુષ્પપાર્ક સોસાયટીના રહીશોએ ઘર આંગણે દિવા પ્રગટાવી સમર્થન આપવામાં આવ્યું હતું.
જામનગરમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભાએ પરિવાર સાથે દિવો પ્રગટાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી ઘરની લાઈટ બંધ કરી દિવા, મિણબતી કે મોબાઈલની ફ્લેશ લાઈટ કરવા જણાવ્યું હતું. આ અંતર્ગત જામનગરમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભાએ પરિવાર સાથે દીપમાળા કરી હતી.
જામનગરમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભાએ પરિવાર સાથે દીપમાળા કરી...
દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. મુશ્કેલીના સમયમાં વડાપ્રધાન મોદી એકજુટતાનો સંદેશો આપ્યો હતો. આ કડીમાં વડાપ્રધાન મોદીએ રવિવારે દેશવાસિઓને એકજૂટ થઇને લાઈટો બંધ રાખવાનું આહ્વાન કર્યું છે. જામનગરવાસીઓએ 'ગો કોરોના ગો'ના નારા લગાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. જામનગરમાં રવિવારે રાત્રે દિપક, મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઈટ કરીને લોકોએ વડાપ્રધાનને સામર્થન આપ્યું હતું.
Last Updated : Apr 6, 2020, 9:32 AM IST