ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં જેટકોના 150 કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી કર્યો વિરોધ - Electrical personnel

જામનગર શહેરમાં ગુજરાત ઉર્જા સંકલન સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એલાઉન્સ અને પ્રમોશન સહિતના મુદ્દે વીજ કર્મચારીઓની વિવિધ માગણીઓ રાજ્ય સરકાર સમક્ષ મુકી રહ્યા છે.

જામનગરમાં જેટકોના 150 કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી કર્યો વિરોધ
જામનગરમાં જેટકોના 150 કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી કર્યો વિરોધ

By

Published : Jan 17, 2021, 3:03 PM IST

  • જામનગરમાં જેટકોના 150 કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી કર્યો વિરોધ
  • ગુજરાત ઉર્જા સંકલન સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન
  • રાજ્ય સરકાર સમક્ષ વીજ કર્મચારીઓની વિવિધ માગણીઓ

જામનગરઃ શહેરમાં ગુજરાત ઉર્જા સંકલન સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એલાઉન્સ અને પ્રમોશન સહિતના મુદ્દે વીજ કર્મચારીઓની વિવિધ માગણીઓ રાજ્ય સરકાર સમક્ષ કરી રહ્યા છે.

જામનગરમાં 150 જેટલા વીજ કર્મીઓ જોડાયા હડતાળમાં

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વીજ કર્મચારીઓ સાતમા પગાર પંચનો લાભ અને એલાઉન્સ સહિતના મુદ્દે અવાર-નવાર રાજ્ય સરકાર સમક્ષ માંગણીઓ લેખિત તેમજ મૌખિકમાં કઈ છતાં પણ કોઇ ઉકેલ ન આવતા આખરે આ કર્મચારીઓએ હથિયાર ઉગામ્યું છે.

જામનગરમાં જેટકોના 150 કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી કર્યો વિરોધ

કાળીપટ્ટી ધારણ કરી કર્યો વિરોધ

જામમનગરમાં 7 રસ્તા પાસે આવેલા જેટકો ઓફીસ ખાતે મોટી જેટકોના કર્મીચારીઓ હડતાળમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વીજ કર્મીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માંગણીઓને લઈ રાજ્ય સરકાર સમક્ષ માગણીઓ કરી રહ્યા છે. રાજ્ય સરકાર આ કર્મચારીઓની સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતા આખરે આ કર્મચારીઓએ આજથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

જામનગરમાં જેટકોના 150 કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી કર્યો વિરોધ

આગામી 21મીએ માસ સીએલ પર જશે તમામ કર્મચારીઓ

જામનગર સહિત રાજ્યભરમાં જેટકોના કર્મચારીઓ આગામી 21મીથી માસ સીએલ પર જશે, ત્યારે વીજ ધાધિયા સર્જાશે તો લોકો પરેશાન બનશે.

ABOUT THE AUTHOR

...view details