ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં જૂની અદાવતમાં વકીલ પર ઝીંકાયા છરીના ઘા - Gujarati News

જામનગરઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગુરૂવારે મોડી સાંજે બાઈક પર પસાર થતા 1 એડવોકેટ પર 2 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. આમ હુમલો તથા દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ઇજાગ્રસ્ત વકીલને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

એક વર્ષમાં 4 વકીલ ઉપર જીવલેણ હુમલો...જૂની અદાવતમાં છરીના ઘા ઝીકયાં....

By

Published : May 3, 2019, 11:35 AM IST

હુમલાખોર શખ્સોએ 4 થી 5 છરીના ઘા ઝીંકી એડવોકેટને લોહીલુહાણ કરી મુકયા હતા.જામનગરમાં શંકર ટેકરીમાં શાસ્ત્રીનગર વિસ્તારમાં મહાદેવના મંદિર નજીક રહેતા વકીલ કલ્પેશભાઈ અનિલભાઈ ફલિયા સાંજે 7.30 વાગ્યે પોતાના ઘરે બાઈક પર જતા હતા, ત્યારે બાઇક પર આવેલા 2 શખ્સોએ વકીલને છાતીના ભાગ તથા પેટના ભાગ ઉપર છરીના ઘાં ઝીંકી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.

જામનગરમાં જૂની અદાવતમાં વકીલ પર ઝીંકાયા છરીના ઘા

અચાનક થયેલા હુમલાથી તેઓઢળી પડ્યા હતા અને તાત્કાલીક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સીટીસીના પી.આઈ આર .જે. પાંડર અને સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાસી છૂટેલા બંને હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details