જામનગરની સુભાષ માર્કેટમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા
જામનગરઃ શહેરમાં આવેલા સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં જામનગર એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ એસ્ટેટ વિભાગે 25 જેટલી રેકડીઓને જપ્ત કરી છે.
illegal pressures removed
જામનગરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને હવાઈ ચોક અને સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ અનેક લારીઓ રાખવામાં આવી હતી. જેથી એસ્ટેટ શાખાના કર્મચારી રાજભા ચાવડા, સુભાષભાઈ ભાનુશાળી સહિતના કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ સમગ્ર દબાણ હટાવવાની કાર્યવાહીમાં જોડાયો હતો.