જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને દુકાનદારો જ પોતાની દુકાન બહાર ખુરશી સહિતનો સામાન ખડકી દેતા જોવા મળે છે.
જામનગરના બજારોમાં ગેરકાયદે દબાણ કરાતા રાહદારીઓ પરેશાન - Gujarat news
જામનગરઃ શહેરમાં મુખ્ય બજારોમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. જો કે, તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે.

jamanagar
જામનગરના બજારોમાં ગેરકાયદે દબાણ કરાતા રાહદારીઓ પરેશાન
આ ઉપરાંત, પાર્કિંગનો મુદ્દો પણ જામનગર માટે માથાના દુઃખાવા રૂપ બન્યો છે. આડેધડ પાર્કિંગ વચ્ચે રખડતા ઢોર પણ અવારનવાર લોકોને અડફેટે લેતા હોય છે.
જામનગરની વસ્તી 8 લાખ જેટલી છે, ત્યારે શહેરમાં વાહનોની સંખ્યા પણ વધી છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અવારનવાર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમ છતાં વેપારીઓ જાહેર રસ્તા પર દુકાનનો સામાન ખડકી દેતા હોય છે.